Wednesday, October 8, 2025
HomeGujaratVadodaraયુવકોએ LRDના બાઈકની ઓવરટેક કરતા મામલો બિચક્યો, સામ-સામે આક્ષેપ પ્રતિઆક્ષેપ શરૂ

યુવકોએ LRDના બાઈકની ઓવરટેક કરતા મામલો બિચક્યો, સામ-સામે આક્ષેપ પ્રતિઆક્ષેપ શરૂ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. વડોદરા: ગુજરાતમાં જનતાની રક્ષા કરતી પોલીસ જ સુરક્ષિત ન હોય તેવી રીતે અવાર-નવાર પોલીસ પર હુમલાની (Attack on Police) ઘટનાઓ વધી રહી છે. વડોદરાના (Vadodara) સવાલીમાં LRD જવાન રસ્તા પરથી થઈ રહ્યા હતા, તે દરમિયાન બે યુવકો દ્વારા ઓવરટેક કરતા LRD અને યુવકો વચ્ચે બોલાચાલી (Youths Clash With LRD) થઈ હતી. જેમાં ઉશ્કેરાઈને યુવકોએ LRD સાથે ઝપાઝપી કરી તેમને ગડદાપાટુનો માર માર્યો હતો અને જાનથી મારી નાંખવાની ધમકી આપવાો આક્ષેપ LRD જવાને કર્યો છે. જે અંગે તેમણે સાવલી પોલીસ સ્ટેશન (Savli Police Station) ખાતે બંને યુવક સામે ફરિયાદ નોંધાવી હતી. બીજી તરફ યુવકોએ પોલીસ તેમની ફરિયાદ ન નોંધતી હોવાનો આરોપ કર્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, જીતેશ બાવળીયા વાઘોડીયા પોલીસમાં લોકરક્ષક તરીકે ફરજ બજાવે છે. તેઓ આજે સવારે સાડા દસ વાગ્યના સુમારે બાઈક પર સાવલી સેન્શકોર્ટમાં ફરજ બજાવવા જઈ રહ્યા હતા, તે દરમિયાન રોડ પર બે યુવક બાઈક પર સવાર થઈ જઈ રહ્યા હતા અને પોલીસકર્મીને ઓવરટેક કરી અયોગ્ય રીતે બાઇક ચલાવતા હતા, જેના કારણે LRD જવાને તેમણે અટકાવીને પૂછપરછ કરી હતી. LRD જવાને બંને યુવકને અટકાવતા યુવકો ઉશ્કેરાયો હતા અને બોલાચાલી કરી તમે પોલીસવાળા દાદા થઈ ગયા છો, તેવુ કહી બિભત્સ ગાળો ભાંડી હતી. પોલીસ છો તો શુ થયું તમારો પી. આઈ. અમારા ખીસ્સામાં ફરે છે. તેમ કહી બંને વચ્ચે ઝપાઝપી થતા યુવકે LRDને માર મારી યુનિફોર્મના બટન પણ તોડી નાંખ્યા હતા અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જે બાદ LRD જવાને કોન્ટ્રલમાં જાણ કરતા અન્ય પોલીસકર્મીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. બબાલ કરનાર યુવકને વેનમાં બેસાડી પોલીસ સ્ટેશન લઈ જવાયો હતો અને જ્યાં મારામારી કરનારા LRD જવાને યુવકો સામે ફરિયાદ નોંધાવી હતી.

- Advertisement -

બીજી તરફ યુવકોએ આક્ષેપ કરતા કહ્યું કે, પોલીસકર્મીએ દાદાગીરી કરી મારામારી કરી છે. યુવકે વધુમાં પોલીસ પર આક્ષેપ કરતા કહ્યુ કે, સાવલી પોલીસે LRDની ફરિયાદ નોંધી છે અને અમારી ફરિયાદ નોંધવાનો પોલીસે ઈનકાર કર્યો છે. જે મામલે યુવકોએ પોલીસના ઉચ્ચ અધિકારી સુધી ફરિયાદ કરવાની વાત કરી છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular