નવજીવન ન્યૂઝ.વડોદરાઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી હવે નજીક હોવાના સતત ઈશારા મળી રહ્યા છે. આ માહોલ વચ્ચે હાલમાં જ ભાજપના અગ્રણી નેતા અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી હમણા જ ગુજરાતનો પ્રવાસ ખેડી ચુક્યા છે અને હજુ આગામી સમયમાં ખેડવાના છે ત્યારે ભાજપના દિગ્ગજ નેતાઓની લોકોના વચ્ચે હાજરી પુરાવાની ઘટનાઓ સામે આવી રહી છે. ભાજપની મહેનત લોકોના આંખે દેખાઈ રહી છે. નવી સરકાર ગુજરાતમાં રચાઈ પછી સરકારના મંત્રીઓ ઘણા સ્થાનો પર સરપ્રાઈઝ વિઝિટ માટે પહોંચ્યા હોય તેવું બન્યું છે. જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ સમાવિષ્ટ છે.
ભુપેન્દ્ર પટેલે વડોદરા નજીકના સુખલીપુરા ગામે અચાનક સરપ્રાઈઝ વિઝિટ કરતાં કામમાં ઢીલાશ રાખતા અધિકારીઓના પગ ઢીલા થઈ ગયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે ઉત્તર પ્રદેશમાં શપથ ગ્રહણ સમારંભમાં હાજરી આપવા જઈ રહ્યા હતા ત્યારે વડોદરા નજીકના સુખલીપુરા ગામની મુલાકાત લેવાનું તેમણે અચાનક નક્કી કર્યું જેને કારણે વડોદરા તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા વિકાસ અધિકારીથી માંડીને કલેક્ટર સુધીનું તંત્ર દોડતું થઈ ગયું હતું. તમામ અધિકારીઓ આશ્ચર્યમાં હતા અને મુખ્યમંત્રી ગામની આંગણવાડી પંચાયત તેમજ અન્ય સ્થાનોની મુલાકાત લેતા રહ્યા હતા.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે લોકો સાથે સંવાદ કર્યો, લોકો પણ કહેતા હતા કે તમે એવા પહેલા મુખ્યમંત્રી હશો જેઓ આ વિસ્તારમાં આવ્યા છે. તેમણે અહીં વિધવા સહાય યોજના અંગેની અને તલાટી સમય પર આવે છે કે કેમ તે સહિતની ઘણી માહિતી લોકો પાસેથી સીધી મેળવવાનો પ્રયત્ન કર્યો હતો. લોકોએ પણ તેમને હૃદયથી આવકાર્યા હતા. જુઓ વીડિયો
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.