Sunday, October 26, 2025
HomeGeneralસોખડા સ્વામિનારાયણ મંદિરના આરોપી સંતો સહિત 7ની ધરપકડ, મંદિરમાં હરિભક્તને ફટકાર્યો...

સોખડા સ્વામિનારાયણ મંદિરના આરોપી સંતો સહિત 7ની ધરપકડ, મંદિરમાં હરિભક્તને ફટકાર્યો હતો

- Advertisement -

નવજીવન.વડોદરાઃ વડોદરા નજીક સોખડા સ્વામિનારાયણ મંદિરના સંકુલમાં તા.6 જાન્યુઆરીએ હરિભક્ત પર સ્વામીઓ દ્વારા થયેલા હુમલાના બનાવની ફરિયાદ નોંધાઇ છે. વડોદરા તાલુકા પોલીસે સોખડા સ્વામિનારાયણ મંદિરના પાંચ સ્વામી સહિત સાત શખ્સો સામે રાયોટિંગની ફરિયાદ નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તપાસ દરમિયાન પોલીસે પાંચ સ્વામી સહિત સાત લોકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

વડોદરાના ડભોઇરોડ પર એમ.એમ. વોરા શૉરુમ સામે તીર્થ સોલેસ ખાતે રહેતા 22 વર્ષના અનુજ વિરેન્દ્રસિંહ ચૌહાણ છેલ્લા ચાર વર્ષથી સોખડા સ્વામિનારાયણ મંદિરમાં એકાઉન્ટ ઓફિસમાં સેવક તરીકે કામ કરે છે. ગત તા.6 જાન્યુઆરીના રોજ સવારે નવ વાગે અનુજ એકાઉન્ટ ઓફિસમાં સેવા માટે ગયો હતો. ત્યારે સાડા અગિયારથી પોણા બાર વાગ્યાની આસપાસ ઓફિસની બહાર યોગી આશ્રમ તરફ હો હા અને બોલાચાલી થતી હોવાનો અવાજ આવતા અનુજ તેમજ તેના મિત્રો વિજય રોહિત, સ્નેહલ પટેલ જોવા માટે ઓફિસની બહાર નીકળ્યા હતા.

- Advertisement -



દરમિયાન તેઓ ઓફિસ બહાર ઉભા રહીને શું ઘટના બની છે તે જોતા હતા. ત્યારે પ્રણવભાઇ આસોજ અને મનહરભાઇ સોખડાવાળા તેમની પાસે આવી અપશબ્દો બોલી ધમકાવવા લાગ્યા હતા અને તમો અંદર જતા રહો, બહાર કેમ નીકળ્યા છો તેમ કહેતા અનુજ અને તેના મિત્રો ઓફિસમાં પરત જતા હતા ત્યારે પ્રભુપ્રિયસ્વામી અનુજ પાસે આવી તેં કેમ મોબાઇલમાં વીડિયો ઉતાર્યો છે, તેમ કહેતા અનુજે કોઇ વીડિયો ઉતાર્યો નથી તેમ જણાવતા સ્વામીએ અનુજની પાસેથી મોબાઇલ જોવા માટે માંગ્યો હતો. જેથી અનુજે મોબાઇલ ખોલીને તેમને મોબાઇલ બતાવ્યો હતો. પરંતુ વીડિયો ઉતાર્યો હોય તેવો કોઇ વીડિયો નહીં મળતા અનુજનો મોબાઇલ સ્વામી ઝૂંટવા લાગ્યા હતા.

ફરિયાદ પ્રમાણે અનુજને પોતાનો મોબાઇલ તેમને આપવો યોગ્ય નહીં જણાતા અન્ય સ્વામીઓ હરિ સ્મરણ સ્વામી, ભક્તિ વલ્લભ સ્વામી, સ્વરૃપ સ્વામી અનુજ સાથે ઝપાઝપી કરી માર મારવા લાગ્યા હતા. ત્યારે મનહર સોખડાવાળાએ પણ અનુજને માર માર્યો હતો. તેમજ વિરલ સ્વામી અનુજને મારવા માટે અન્યને ઉશ્કેરતા હતા. ત્યારે પ્રભુપ્રિયસ્વામીએ અનુજ પાસેથી મોબાઇલ ઝૂંટવી લીધો હતો અને અનુજે બચવા માટે ઓફિસમાં જઇને પોલીસને ફોન કર્યો હતો. સમગ્ર ઘટના અંગે પોલીસે સોખડા સ્વામિનારાયણ મંદિરના પાંચ સ્વામી સહિત સાત શખ્સો સામે રાયોટિંગની ફરિયાદ નોધી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

તપાસ દરમિયાન પોલીસે પ્રણવ આસોજ, મનહર સોખડાવાળા, પ્રભુપ્રિય સ્વામી, હરિ સ્મરણ સ્વામી, ભક્તિ વલ્લભ સ્વામી, સ્વરૂપ સ્વામી અને વીરલ સ્વામી (તમામ રહે, સ્વામિનારાયણ મંદિર, સોખડા)ની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે તમામ આરોપીઓની કોરોના ટેસ્ટ કર્યાબાદ ધરપકડ કરશે.





- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular