Thursday, October 16, 2025
HomeGujaratVadodaraવડોદરાઃ હિટ એન્ડ રન કેસમાં ફરિયાદ નોંધવામાં બેદરકારી દાખવતા હેડ કોન્સટેબલ સસ્પેન્ડ

વડોદરાઃ હિટ એન્ડ રન કેસમાં ફરિયાદ નોંધવામાં બેદરકારી દાખવતા હેડ કોન્સટેબલ સસ્પેન્ડ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. વડોદરાઃ વડોદરામાં (Vadodara) ત્રણ દિવસ અગાઉ હિટ એન્ડ રનની (Hit and Run) ઘટના સામે આવી હતી. જેમાં એક કાર ચાલક એક્ટિવા પર જતી મહિલાને ટક્કર મારીને ફરાર થઈ ગયો હતો. સમગ્ર બનાવ અંગે જ્યારે મહિલાના પતિ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા માટે પહોંચે છે, ત્યારે તેમને પોલીસનો (Vadodara Police) કડવો અનુભવ થયો હતો. ફરિયાદ નોંધવા માટે વારંવાર પોલીસના ધક્કા ખાવા પડ્યા હોવાનો મહિલાના પતિએ આક્ષેપ કર્યો હતો. ત્યારે આજે ફરિયાદ નોંધવામાં બેદરકારી દાખવા બદલ હેડ કોન્સટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

પ્રાપ્ત વિગત અનુસાર, વડોદરાના માંજલપુર વિસ્તારમાં ત્રણ દિવસ અગાઉ સાઈ ચોકડી નજીક રહતા અને ક્લિનિક ચલાવતા મહિલા ડૉ. ઉમાબેન ચૌહાણ 23 જુલાઈના રોજ સાંજના 7 વાગ્યાની આસપાસ ક્લિનિકથી એક્ટિવા પર ઘરે જઈ રહ્યા હતા. તે દરમિયાન માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ પાસે એક હ્યુનડાઈ વર્ના કારે પાછળથી સ્પિડમાં આવી અને બેફામ રીતે હંકારીને મહિલાના એક્ટિવાને ટક્કર મારી હતી. જેથી મહિલા રોડ પર ફંગોળાઈને રોડ પર પટકાઈ ગયા હતા.

- Advertisement -

આ અકસ્માત બાદ કારચાલક ઘટના સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ઈજાગ્રસ્ત મહિલાને માંજલપુરની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી હતી. સમગ્ર અકસ્માતની ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી. આ અકસ્માત અંગે મહિલાના પતિએ જણાવ્યું હતું કે, મારી પત્ની ક્લિનિકથી ઘરે જઈ રહી હતી તે સમયે કારચાલકે ટક્કર મારી હતી. આ અકસ્માતમાં મારા પત્નીને માથાના ભાગે ઈજાઓ થતાં બ્રેઈન હેમરેજ થયું છે. જેથી તેમને તરત જ ખાનગી હોસ્પિટલમાં ICUમાં દાખલ કરવામાં આવ્યા છે. પત્નીની હાલત ગંભીર છે, માથામાં આઠ ટાંકા આવ્યા છે.

પોલીસની કામગીરી અંગે પતિ સત્યમ ચૌહાણે જણાવ્યું હતું કે, પત્નીના અકસ્માત અંગે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવા માટે ગયો હતો. જોકે પોલીસ સ્ટેશનના 3થી 4 ધક્કા ખવડાવ્યા પછી પણ ફરિયાદ નોંધવામાં આવી ન હતી. પરંતુ પતિના આક્ષેપો બાદ માંજલપુર પોલીસ સ્ટેશન દ્વારા ફરિયાદ નોંધીને કાર ચાલક આરોપીને પણ ઝડપી પાડવામાં આવ્યો હતો. ત્યારે આ અકસ્માત અંગેની ફરિયાદ નોંધવામાં બેદરકારી દાખવનાર માંજલપુર પોલીસ સ્ટેશનના હેડ કોન્સટેબલ કનુ તડવીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular