નવજીવન ન્યૂઝ. વડોદરાઃ Vadodara Crime News: લાલચ બુરી બલા હૈ ઉક્તીને સાર્થક કરતો એક કિસ્સો વડોદરામાંથી (Vadodara) સામે આવ્યો છે. જેમાં લોન લેવા માટે ગયેલા વેપારીને લાખો રૂપિયાનો ચૂનો (Loan Fraud) લગાવી દેવાયો હોવાની પોલીસ (Vadodara Police) ફરિયાદ નોંધાઈ છે. સોશિયલ મીડિયા મારફતે થયેલી વાતચિત બાદ ફરિયાદીને આરોપીએ લાખો રૂપિયાના ખાડામાં ઉતારી દેતા વેપારીની સ્થિતી કફોડી બની ગઈ છે.
વડોદરા શહેરમાં લોન મેળવવા નિકળેલા વેપારી સાથે રૂપિયા 20 લાખની છેતરપિંડી ફરિયાદ નોંધાઈ છે. મૂળ પુનાના રહેવાસી વેપારી પ્રશાંત રન્નાવરે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, તેમને રૂપિયા 12 કરોડની લોન આપવાનું કહી છેતરપિંડી કરનાર ગેંગ ફરાર થઈ ગઈ છે. વેપારી પ્રશાંતને પુના નજીક વૉટર પ્લાન્ટ શરૂ કરવો હોય તેમને રૂપિયા 12 કરોડની જરૂરીયાત હતી. જેના માટે તેમણે સોશિયલ મીડિયાના મારફતે પરિચયમાં આવેલા રોહિત જાદવ નામના વ્યક્તિને લોન માટે વાત કરી હતી.
વેપારીને લોન માટે વેપારીને આરોપી રોહિત જાદવ સાથે વાત થતા રોહિતે લોન અપાવી દેવાનું વચન આપી વેપારીને ભરોસમાં લીધો હતો. રોહિતે વેપારીને ખાનગી રીતે લોન કરવા માટે તેમને વડોદરાના બેંક મેનેજર અજિત જોશીને મળવું પડશે તેવું જણાવતા વેપારી તેમને મળવા માટે વડોદરાની સૂર્યા પેલેસ હોટલમાં મળાવ માટે ગયો હતો. વેપારી સાથે આરોપીએ 5 વખત મીટિંગ કરી હતી અને બાદમાં તે વિશ્વાસમાં આવતા રૂપિયા 20 લાખની રકમ લાવવાની વાત કરી હતી. વિશ્વાસમાં આવી ગયેલા વેપારી સૂર્યા પેલેસ હોટલમાં રૂપિયા લઈ પહોંચતા તે પૈસા હોટલની રૂમમાં મુકાવી દીધા હતા.
બાદમાં ત્યાં નકલી પોલીસ ચઢી આવી અને વેપારીને ડરાવવા ધમકાવવા લાગી હતી. આમ વેપારી પાસેથી નકલી પોલીસ બની રૂપિયા 20 લાખની આરોપીઓએ છેતરપિંડી આચરી હતી. બાદમાં આરોપી શખ્સોની ગેંગ પણ નાસી ગઈ હોય વેપારીને છેતરપિંડીની શંકા જતા તેઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. વેપારીએ આ મામલે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવવા પહોંચતા ગુનો નોંધી તપાસ શરૂ કરતા ગણતરીની કલાકોમાં જ આરોપીઓ પોલીસની ગિરફ્તમાં આવી ગયા હતા.
સયાજીગંજ પોલીસે ઝડપાયેલા આરોપીઓ રોહિત જાદવ, જોશી, યશ રાવલ, વિક્રમ પવાર અને જયુ સહિત ચાર આરોપી વિરૂધ્ધ આઈ.પી.સી. કલમ 406, 420, 170, 114, 120(બી) હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
TAG: Vadodara Fraud Gang, Vadodara Cheating Case, Vadodara Loan Fraud Case
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








