પ્રશાંત દયાળ નવજીવન : આપણે સલામત ગુજરાતની વાત કરીએ છીએ પરંતુ એક પછી એક ઘટનાઓ જે રીતે ઘટી રહી છે તે જોતા કોઈ પણ માણસને ડર લાગે તેવો માહોલ છે. તા 3 નવેમ્બરના વલસાડ સ્ટેશન ઉપર ઉભી રહેલી ગુજરાત કવીનના કોચમાંથી એક યુવતીના લાશ લટકતી હાલતમાં મળી આવી હતી, આ મામલે પહેલા તો રેલવે પોલીસે આત્મહત્યા માની લીધી હતી, પરંતુ જે પ્રકારે સત્ય બહાર આવ્યા તેમાં મૃતક યુવતીનું અપહરણ અને દુષ્કર્મની ઘટના પણ સામે આવી છે, રેલવે પોલીસ જેને આત્મહત્યા માની રહી છે તે હત્યા હોવાની પણ સંભાવના છે, બનાવની ગંભીરતા ધ્યાનમાં લેતા ગાંધીનગરના આદેશના પગલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના બે પોલીસ ઈન્સપેકટર અને એક આઈપીએસ અધિકારી વડોદરા પહોંચી ગયા છે કારણ ઘટનાનો પ્રારંભ વડોદરાથી થયો હતો.
મુળ નવસારીની અને હાલમાં વડોદરાની એક સ્વૈચ્છીક સંસ્થામાં કામ કરતી યુવતીનો મૃતદેહ તા 3 નવેમ્બરના રોજ ગુજરાત કવીનના કોચમાંથી લટકતી હાલતમાં મળી આવ્યો હતો, રેલવે પોલીસે તો આત્મહત્યા હોવાનું અનુમાન લગાવ્યુ હતું, પરંતુ મૃતદેહની પાસેથી મળેલો યુવતીનો મોબાઈલ ફોન ચેક કરતા પોલીસની તપાસની દીશા બદલાઈ હતી, રેલવે પોલીસ યુવતીના નવસારી સ્થિત ઘરે પહોંચી તેમાં પોલીસને એક ડાયરી મળી હતી જેમાં યુવતીએ નોંધ્યુ હતું ઘનતેરસના દિવસે વડોદરાના બે રીક્ષા ચાલકે તેનું અપહરણ કરી વેકસીન ગ્રાઉન્ડમાં લઈ ગયા હતા જયાં તેની ઉપર સામુહીક દુશ્કર્મ આચરવામાં આવ્યુ હતું., આમ રેલવે પોલીસની તપાસને ડાયરીની નોંધે નવો વળાંક આપ્યો હતો, આ માામલો વડોદરા ગોત્રી વિસ્તારનો હોવાને કારણે તપાસ ગોત્રી પોલીસ પાસે આવી હતી.
પરંતુ જે પ્રકારે ઘટના ઘટી છે તે ગંભીરગણી ડીજીપી દ્વારા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને તપાસમાં જવાનો આદેશ મળતા ક્રાઈમ બ્રાન્ચ વડોદરા પહોંચી છે, સુત્રોની જાણકારી પ્રમાણે યુવતી જે રીક્ષા ચાલકનો ઉલ્લેખ કરી રહી છે તેમનાથી તે પરિચીત હોવાનો અંદાજ છે કારણે વડોદરા જેવા ભરચક શહેરમાં કોઈ યુવતીનું અપહરણ થાય અને તેની કોઈને ખબર પડે નહી તેવી સંભાવના ઓછી છે, આ ઉપરાંત સૌથી મહત્વનો મુદ્દો એવો છે કે યુવતીના લાશ મળી તે પહેલા સવારે 11-32 વાગે તે ટ્રેનના વોશરૂમમાંથી એક મેસેજ કરે છે, આ મેસેજ ટાઈલ અંગ્રેજીભાષામાં છે, જેમાં તે ભાંગી તુટી અંગ્રેજી લખે છે, મેસેજ તે વૈષ્ણવી અને શૈલેષભાઈ નામની વ્યકિત કરે છે, પણ સંજયભાઈ પ્લીઝ સેવમી લખે છે એનવીએસ તેને મારી નાખવા માગે છે હાલમાં તે ટ્રેનમાં હોવાની ફોન ઉપર વાત કરી શકતી નથી, હું વોશરૂમમાં છુ આ ઘટના અંગે મારા માતા પિતા કઈ જાણતા નથી તેમણે મારૂ અપહરણ કર્યુ છે.
આ મેસેજનો અર્થ તેવો પણ થાય યુવતી સાથે અન્ય કોઈ વ્યકિત પણ હતી જેનો તેને ડર લાગી રહ્યો હતો અને તેનાથી તેના જીવને ખતરો હતો, એટલે જ તે વોશનરૂમાં જઈ મેસેજ કરે છે જો કે આ યુવતી જેમને મેસેજ કર્યો તેઓ કોઈ મદદ કરે તે પહેલા યુવતીની લાશ મળે છે, પોલીસને ટ્રેનના જે ફોટોગ્રાફ મળ્યા તેમં યુવતીનો લટકતો મૃતદેહ છે, અને યુવતીના પગ ટ્રેનના ફલોરને અડી ગયા છે, જો યુવતીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોય અને તેના પગ જમીનને અડી જાય તો ફોરેનસીક સાયન્સ એવુ કહે છે તો આત્મહત્યા થઈ જ શકે નહીં, એટલે એવી પણ સંભાવના છે તેની સાથે ટ્રેનમાં રહેલી કોઈ વ્યકિતએ તેની હત્યા કરી અને તેની લાશ લટકાવી આત્મહત્યા બતાડવાનો પ્રયાસ કર્યો છે
આ ઉપરાંત જો યુવતી પોતાની સાથે દુષ્કર્મ થયુ હોવાની વાત નોંધે છે અને તે આરોપીને ઓળખે છે તો તેમના નામ કેમ લખતી નથી અને તેની સાથે દુષ્કર્મ થયા પછી તેને કોણ મારી નાખવાનું હતું તેની તપાસ હવે ક્રાઈમ બ્રાન્ચ કરી રહી છે, મેસેજમાં તે જેનો ડર બતાડી રહી છે તે વ્યકિત આ યુવતીના નજીકના સંજીવભાઈ, વૈષ્ણવી અને શૈલેષભાઈ ઓળખતા હોવાની સંભાવના છે.
તમામ તાજી ખબરો માટે Navajivan ફેસબૂકપેજને લાઈક કરો
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.









