Sunday, October 26, 2025
HomeGeneralજુઓ CCTV, વડોદરાઃ ગાયને ભડકાવતા વિદ્યાર્થીને ભેટી મારી, શિંગડું વાગ્યું અને આંખ...

જુઓ CCTV, વડોદરાઃ ગાયને ભડકાવતા વિદ્યાર્થીને ભેટી મારી, શિંગડું વાગ્યું અને આંખ ફૂટી ગઈ

- Advertisement -

નવજીવન ન્યૂઝ.વડોદરાઃ વડોદરા કોર્પોરેશન વર્ષોથી રસ્તે રઝડતા ઢોરો અંગે કામ કરી રહ્યું છે પરંતુ પરિણામ શૂન્ય આવે છે અને બીજી બાજુ ઘણા પરિવારોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા અને જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હોય તેવા પણ ઘણા કિસ્સા છે. આવી જ એક ઘટનામાં વડોદરાના એક યુવકે પોતાની આંખ ગુમાવવા સુધીનો વારો આવી ગયો છે. ઘટનાના સીસીટીવીમાં જોઈ શકાય છે કે કોઈ કારણે અચાનક શાંતિથી જતી ગાય રોડ વચ્ચે ભડકી જાય છે અને યુવાનને તેનું શિંગડું આંખમાં વાગે છે.



ફક્ત 15 દિવસમાં જ રખડતા ઢોરના ત્રાસથી મુક્તી આપવાની જાહેરોતો વચ્ચે આ ઘટના બનવી અત્યંત ચિંતાજનક બાબત હતી. વડોદરાના વાઘોડિયા રોડ પર મોપેડ લઈને જઈ રહેલા પોલિટેક્નીકના વિદ્યાર્થી હેનીલને આ ઘટનામાં આંખના ભાગે અને અન્ય ભાગો પર ઈજાઓ થઈ છે.

વિદ્યાર્થી હેનીલનું કહેવું છે કે, હું ફરસાણ લઈને ઘરે પાછો આવી રહ્યો હતો દરમિયાન એક વ્યક્તિએ ગાયને પત્થર માર્યો અને જેના કારણે ગાય અચાનક ભડકી ત્યારે તેનું શિંગડું મારી આંખમાં વાગ્યું હતું. મારા મતે રખડતા ઢોરને પકડવા જઈએ. વિદ્યાર્થીની માતા ભાવનાબહેનું કહેવું છે કે, કોર્પોરેશને આ મામલે કાર્યવાહી કરવી જોઈએ અને રખડતા ઢોરોને પકડવા જોઈએ. ઢોરોને રખડતા બંધ કરવા તેમને કોર્પોરેશને પકડવા જોઈએ. આજે મારા પુત્રને આંખ ગુમાવવી પડી ભવિષ્યમાં આવું કોઈ જોડે થાય નહીં.



ઈજાગ્રસ્ત યુવાનના પિતા નીતિનભાઈનું કહેવું છે કે મારા પુત્રની આંખ ફુટવા પાછળ કોર્પોરેશન જ જવાબદાર છે. ઘમા લોકોને ઈજા થઈ છે અને મૃત્યુ પણ પામ્યા છે પણ આ તંત્રના અધિકારીઓ કર્મચારીઓ એફીસમાં એસી ચાલુ કરી માત્ર વાતો જ કરે છે કોઈ એક્શન લેવાઈ રહ્યા નથી. અમે વળતરની પણ માગ કરીશું અને પોલીસ કેસ પણ કરવાની વિચારણા છે.

- Advertisement -

આ યુવક હેનીલ ફરસાણ લઈને ઘરે જઈ રહ્યો હતો ત્યારે રસ્તા પર ડિવાઈડર પાસે એક ગાય હતી. જોકે કોઈ વ્યક્તિએ તેને ભડકાવતા તે અચાનક રોડની બીજી તરફ દોડ લગાવવા લાગી, જેમાં અચાનક ગાય ભડકતા હેનીલ સમજી શક્યો નહીં અને તે સમજે તે પહેલા જ ગાયનું શિંગડું તેની આંખમાં ઘૂસી ગયું અને તે વાહન પરથી ત્યાં જ ધડામ કરતો પછડાયો હતો. વીડિયોમાં આપ જોઈ શકો છો કો અકસ્માત પછી અન્ય લોકો હેનીલની મદદે આવ્યા હતા.



હેનીલને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. પરિવારજનો પણ તેના અકસ્માતની જાણકારી મળતા દોડી ગયા હતા. તેને સારવાર માટે એક કાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો જોકે તેની હાલત નાજુક બની ગઈ હોઈ તેને વધુ સારવાર માટે અન્ય હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જુઓ વીડિયો





સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

- Advertisement -

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.

- Advertisement -




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular