નવજીવન ન્યૂઝ.વડોદરા: Vadodara Crime News: દુષ્કર્મની ઘટનામાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે, ત્યારે પાદરાના (Padra) દૂધવાળા ગામમાંથી (Dudhwada Village) દુષ્કર્મના પ્રયાસની (Rape Attempt) ઘટના સામે આવી છે. ગામના રખેવાળ કહેવાતા સરપંચે (Sarpanch) જ ગામની દિકરી પર દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કર્યો છે. પરિવારને જાણ થતાં પોલીસ (Vadodara Police) ફરિયાદ નોંધાવાઈ છે.
વડોદરાના પાદરા તાલુકાના દૂધવાડા ગામની આ ઘટના છે. જ્યા 10 માં ધોરણમાં અભ્યાસ કરતી પરિવારની એકની એક 16 વર્ષની દિકરી માતાપિતાને ઘરકામમાં મદદ કરતી હતી. પરિવારનું ગુજરાન ચલાવવાની ચિંતા હોય તે પિતાને કોઈને કોઈ જગ્યાએ નોકરી મળી જાય તેની શોધમાં હતી. આ તકનો લાભ ઉઠાવી 29 મી માર્ચે ગામના સરપંચે તેને પિતાને નોકરી અપાવવાની લાલચ આપી સોહમ કંપની ખાતે બોલાવી હતી.
કિશોરી પોતાના પિતા સાથે મોટર સાયકલ લઈને સોહમ કંપની ખાતે પહોંચી હતી ઓફિસમા બેઠક કરી જેમાં પિતાની નોકરી બાબતે ચર્ચા કરી હતી. બાદમાં સરપંચનો બગડેલી દાનત પર કાબૂ ન રહેતા કિશોરીના પિતાને ઓફીસમા બેસાડી કિશોરીને ઓફિસની બહાર ગોડાઉનમાં સાથે આવવાનું કહી હાથ પકડી લીધો હતો. જો કે કિશોરીએ એક જ ઝાટકે પોતાનો હાથ છોડાવી લીધો હતો. તેમ છતાં સરપંચ તેને ગોડાઉનમાં લઇ જવાનો આગ્રહ રાખતો રહ્યો. બાદમાં કિશોરી ત્યાંથી પોતાના પિતાને લઇ ઘરે પરત ફરી હતી.
છેલ્લા 10 મહિનાથી તે સરપંચ મોબાઇલ ફોન ઉપર વોટસએપ મેસેજ અને ફોન કોલ કરી તેને પરેશાન કરતો હોવાનો કિશોરીએ પરિવાર સમક્ષ ખુલાસો કર્યો હતો. જેથી રોષે ભરાયેલા માતા-પિતાએ પાદરા પોલીસ મથકે સરપંચ વિરુદ્વ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે કિશોરીની ફરિયાદ નોંધી દૂધવાડા ગામના સરપંચ સામે દુષ્કર્મનો પ્રયાસ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ત્યારે સવાલ એ થાય કે જો સત્તામાં રહેલા માણસો જ જો સત્તાનો દુરુપયોગ કરવા લાગશે તો ન્યાયની આશા કોણ કોની પર રાખશે?
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








