નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: Parliament Budget session 2023: હાલ દેશમાં લોકસભાનું (Lok Sabha) બજેટ સત્ર ચાલી રહ્યું છે અને આ સત્રમાં પહેલા દિવસથી તોફાની રહ્યુ હતુ. જેમાં આજે ફરી સત્ર તોફાની બનતા અચોક્કસ મુદ્દત સુધી લોકસભાની કાર્યવાહી સ્થગિત કરવામા આવી છે. સત્રમાં વિપક્ષે અદાણી મુદ્દે (Adani Case) હોબાળો મચાવી સંયુક્ત સંસદીય સમિતિ (JPC) રચવાની માગ કરી છે. બીજી તરફ સત્તાપક્ષે પણ રાહુલ ગાંધીએ (Rahul Gandhi) બ્રિટનમાં આપેલા ભારતની લોકશાહીના નિવેદન લઇ માફી માંગે તેવી માગ કરી હતી. સંસદની કાર્યવાહી શરૂ થાય તે પહેલા કોંગ્રેસના (Congress) કેટલાક નેતાઓ કાળા કપડાં પહેરી સદન આવ્યા હતાં અને અદાણી મુદ્દે (JPC) તપાસની માગ અંગે સૂત્રોચ્ચાર કરતા મામલો ગરમાયો હતો. જેના પગલે લોકસભા સ્થગિત કરવાની ફરજ પડી હતી. જે અંગે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ (Speaker Om Birla ) પણ આ બાબતે નારાજગી વ્યકત કરી હતી.
લોકસભાના પડઘા રાજયસભામાં પણ પડ્યા હતા અને જુદા-જુદા મુદ્દાઓને લઇ રાજયસભામાં પણ હોબાળો જોવા મળ્યો હતો. સદનમાં હંગામાને પગલે જનતાના મહત્વપૂર્ણ પ્રશ્નો અંગેની ચર્ચાઓ એક તરફ રહી ગઈ અને કોંગ્રેસ ભાજપ વચ્ચે સામ-સામે સૂત્રોચ્ચાર અને આક્ષેપ પ્રતિ-આક્ષેપનો દોર જોવા મળ્યો હતો.
લોકસભાની કાર્યવાહી સ્થગિત થવાને લઈ કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ અને વિપક્ષ નેતા મલ્લિકા અર્જુન ખડગેએ સરકાર સામે પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, “પ્રધાનમંત્રી મોદી લોકશાહીની વાતો કરે છે, પણ જયારે જનતાનો અવાજ સદનમાં મુકાય છે, ત્યારે સત્તાપક્ષના નેતાઓ હોબાળો મચાવી ચર્ચાઓ કરવાથી ભાગે છે. સરકારની કથણી અને કરણીમાં ઘણું અંતર છે. સંસદમાં 50 લાખ કરોડ રૂપિયાનું બજેટ કોઈ પણ ચર્ચા કર્યા વગર 12 મિનિટમાં પસાર થઈ ગયું”. તેમણે વધુ ઉમેર્યુ કે, “સરકાર અદાણી મુદ્દે જવાબ ન આપી શકતી હોવાથી રાહુલ ગાંધીના મુદ્દા લાવી દેશનું ધ્યાન ભટકાવી રહી છે, અદાણી મામલે ગળબળ હોવાની આશંકા વ્યકત કરતા કહ્યું કે, સરકારની કોઇ સંડોવણી લાગે છે, એટલે હજુ સુધી તપાસ નથી કરી રહી. અદાણીની સંપત્તિ 2.5 વર્ષમાં 12 લાખ કરોડ કેવી રીતે થઇ? કેમ પ્રધાનમંત્રી એક વ્યકિતને દેશની અલગ-અલગ વસ્તુઓ વેચી રહ્યાં છે? કેમ PMનો અદાણી પ્રેમ સ્પષ્ટ નજરે પડી રહ્યો છે?” આ તમામ પ્રકારના પ્રશ્નો વિપક્ષ નેતાએ ઉઠાવ્યા હતા.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








