નવજીવન અમદાવાદ: ઊંઝાના ધારાસભ્ય આશાબેન પટેલ દિલ્હીથી પરત ફર્યા ત્યારે ડેન્ગ્યુ થતાં બે દિવસ અગાઉ અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડેન્ગ્યુના કારણે આશાબેનનું લીવર ડેમેજ થયું હોવાથી તેમની સ્થિતિ ગંભીર બનતા તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. ત્યારે આજે આશાબેનના નિધનના સમાચાર સામે આવ્યા છે.
આશાબેનને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા તે દરમિયાન અનેક નેતા, મંત્રી અને મુખ્યમંત્રી સહિતના લોકો ખબર અંતર પૂછવા માટે હોસ્પિટલ પહોંચ્યા હતા. આજે સવારે જ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલ ઝાયડસ હોસ્પિટલ પહોંચ્યા હતા. ત્યારે આજે સવારે તેમની હેલ્થને લઈને ભાજપ ઉપાધ્યક્ષ મહેંદ્ર પટેલએ જણાવ્યુ હતું કે હેલ્થ બગડવાની સ્થિતિ ઉપર બ્રેક લાગી રહી છે.
૨૦૧૭ કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર બનીને વિધાનસભામાં ચૂંટણીમાં ઊંઝા બેઠક પરથી જીત મેળવી હતી. ત્યાર બાદ ૨૦૧૯માં કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા હતા. ઊંઝા APMCમાં પણ તેમનો દબદબો બનાવ્યો હતો.
તમામ તાજી ખબરો માટે Navajivan ફેસબૂકપેજને લાઈક કરો
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.









