નવજીવન ન્યૂઝ.ઉનાઃઉનાના મોઠા ગામે ગત તા.૧૩/૧૧/૨૦૨૧ ના રોજ માતાજીના માંડવાના જાહેર કાર્યક્રમમાં ગરાળ ગામના યશપાલસિંહ અખુભા વાળા ઉ.૨૨ રહે ગરાળ વાળા તેમના મિત્રો સાથે મોઠા ગામે ગૌશાળામાં માતાજીના માંડવો જોવા જતા દીવાલ પર બેસી સિટી મારવા બાબતે બોલાચાલી થતા ચિરાગસિંહ ભૂપેન્દ્રસિંહ પરમાર, સંજયસિંહ જશાભાઇ પરમાર તથા મહિપતસિંહ મનુભાઈ ગોહિલએ યશપાલસિંહને ગાળો આપી ઢીંકા પાટુનો માર મારી છરી વડે છાતી તથા પેટના ભાગે હુમલો કરતા યશપાલસિંહનું મોત નિપજ્યું હતું.
ત્યારે મૃતકના પિતા અખુભા રૂપસંગ વાળાએ વધુમાં જણાવ્યું હતું કે પોતાના દિકરાની હત્યા નિપજાવવામાં અન્ય સાતથી આઠ આરોપીઓ હોય જેમાં ઉના પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પી.આઇ. વિજયસિંહ ચૌધરીએ ૨૫ થી ૩૦ લાખ રૂપિયાનો વહીવટ કરી કેસને દબાવેલો હોય અને બીજા આરોપીઓના નામો કેસમાં સામેલ કરેલા ન હોય ત્યારે મૃતકના પિતા અખુભા રૂપસંગ વાળાએ જિલ્લા કલેકટર, જિલ્લા પોલીસ અધિક્ષક, ડી.આઇ.જી, ડી.જી.પી રાજ્યના મુખ્યમંત્રી તથા અન્ય અધિકારીઓને અનેક વખત રજૂઆતો કરેલી હોવા છત્તાં હત્યા કેસમાં પ્રશાસને એસ આઈ ટીની રચના કરેલી હોય તેની તપાસમાં પણ સ્થાનિક પોલીસે હત્યાના ગુનાના આરોપીઓને કેસમાં સામેલ કર્યા નથી અને આરોપીઓને ઉના પોલીસ સંપૂર્ણ પણે મદદગારી કરી કેસમાંથી રફેદફે કરેલા હોય આ હત્યામાં સ્થાનિક પોલીસ પણ સામેલ છે. પીડિતોને અન્યાય કર્યો છે તેથી હત્યાના કેસમાં વધુ તપાસ કરવા માટે સી.બી.આઇ તપાસ મળે તેવી રાષ્ટ્રપતિને રજૂઆત કરી વધુમાં જણાવાયું હતુ કે હત્યામાં મૃતક યશપાલસિંહ જેમના પર પરિવારની સંપુર્ણ જવાબદારી હતી. પરિવારને ઘોડેસવારીમાં કમાઈને માતાપિતાને લાખો રૂપિયાની કમાણી આપતો અને ઇન્ડિયન આર્મીમાં ફૌજી તરીકે પસંદગી પામ્યો હતો. હત્યારાઓએ પરિવારનું સપનું અધુરૂ કરી દીધું અને આરોપીઓએ છરીના ઘા ઝીંકી બેરહેમી પૂર્વક જાહેરમાં હત્યા કરી છે, પરિવારને સ્થાનિક તંત્ર દ્વારા અન્યાય થયો છે.
જેથી ઉનાના મોઠા ગામે હત્યામાં મૃત્યુ પામનાર યશપાલસિંહના પિતા અખુભા રૂપસંગ વાળા રહે ગરાળ જેઓ ભારત દેશમાં રહેવા માંગતા ન નથી અને પાકિસ્તાન દેશનું નાગરિત્વ મેળવી અથવા મોકલી આપવામાં આવે અને મૃતક યુવકની હત્યાની તપાસ સીબીઆઇ દ્વારા કરવામાં નહીં આવે તો હત્યા પામનાર યુવકના પરિવાર દ્વારા સ્થાનિક તંત્રના અધિકારીઓ અને આરોપીઓના નામ સાથે પરિવાર એક સાથે સામુહિક આત્મહત્યા કરવામાં આવશે તેવી ભારત દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને રજૂઆત કરવામાં આવી હતી.
(અહેવાલ તસવીરો આભારસઃ ધર્મેશ જેઠવા, ઉના)
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











