સોના, ચાંદી, શેરબજાર, ક્રુડ ઓઈલ, ગેસનાં ભાવ હિલોળે ચડ્યા
ક્રુડ ઓઇલના ભાવ જુલાઈ ૨૦૦૮ની વિક્રમ ઊંચાઈ ૧૪૭ ડોલર વટાવવા અગ્રેસર થશે
ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ.મુંબઈ): અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તેમના સોસીયલ મીડિયા પ્લેટફોર્મ પરથી, ઈરાન યુદ્ધ સમાધાનની રાહે છે, તે સંદર્ભના અનાપસનાપ નિવેદનો કરતા હોવાથી, છેલ્લા કેટલાંક કલાકો અથવા સોમવારથી અત્યાર સુધીમાં આખી દુનિયાની કોમોડીટીબજાર ગાંડીતુર થઇ છે. તેમણે સોમવારે કહું કે ઈરાનના ઉર્જા સંયન્ટ્રો પર પાંચ દિવસ સુધી હુમલા નહિ કરવાનો આદેશ અપાઈ ગયો છે. હજુ તો શનિવારે જ કહ્યું હતું કે જો ઈરાન હોર્માંઝ્ની સામુદ્રધુની માલવાહક જહાજોના આવાગમન માટે મુક્ત નહિ કરે તો ૪૮ કલાકમાં અમેરિકા ઈરાનના ઉર્જા મથકો પર હુમલા કરશે. ટ્રમ્પનાં શબ્દો અત્યારે તો બજારની શરતો અને મોમેન્ટમ (આંતરપ્રવાહ) પર સરમુખત્યાર જેવું વલણ ધરાવે છે, સોના, ચાંદી, શેરબજાર, ક્રુડ ઓઈલનાં ભાવ હિલોળે ચડ્યા છે. ભાવની ઉછળકૂદ આસમાની સુલતાની જેવી થઇ છે. શુક્રવારે બ્રેન્ટ ક્રુડ ઓઇલના ભાવ ૧૧૨ ડોલર પ્રતિ બેરલની ઉંચાઈએ હતા, તે સોમવારે ૧૪ ટકા ઘટીને ૯૧.૮૯ ડોલર અને મંગળવારે ૧૦૦.૪૧ ડોલર, ડબલ્યુટીઆઈ સમાંતર ઘટીને ૮૪.૫૯ ડોલરના તળીથી પાછા ફરી મંગળવારે ૯૨.૨૬ ડોલર ટ્રેડ થયા હતા.
એ હજુ સ્પષ્ટ નથી કે હોર્મુઝ શીપીંગ માર્ગ ક્યારે શરુ થશે. આ સ્થિતિમાં ગોલ્ડમેન સાસ બેન્કે સોમવારે બ્રેન્ટ ક્રુડ ઓઇલના વાર્ષિક સરેરાશ ભાવની આગાહી, અગાઉની ૯૮ ડોલરથી વધારીને ૧૧૦ ડોલર કરી નાખી હતી. ૨૦૨૫ની વાર્ષિક સરેરાશ કરતા આ આગાહી ૬૨ ટકા ઉંચી છે. ડબ્લ્યુટીઆઈ માર્ચ માટેની આગાહી ૯૮ ડોલરથી વધારીને એપ્રિલ માટે ૧૦૫ ડોલર મુક્યા છે. અનુમાન એવું છે કે ૧૦ એપ્રિલ સુધી તો હોર્મઝથી સામાન્ય પરિવહન માત્ર પાંચ ટકા જ થશે. આ ગાળામાં ભાવ પણ ઊંચા જ રહેશે. બેંક ઉમેરે છે કે તમામ સરકારો તેમનાં પુરવઠા જોખમોને માર્યાદિત કરવા, સ્થાનિક વધારાની સંગ્રહ ક્ષમતા વાપરીને વધુ પુરવઠો ભેગો કરી, લાંબાગાળાના ભાવ વધારાનાં જોખમો તરફ ધ્યાન કેન્દ્રિત કરશે.
જો આગામી ૧૦ સપ્તાહ સુધી હોર્મઝ સામુદ્રધુનીનો પ્રવાહ પાંચ ટકા પર માર્યાદિત રહેશે તો, ક્રુડ ઓઇલના ભાવ જુલાઈ ૨૦૦૮ની વિક્રમ ઊંચાઈ ૧૪૭ ડોલર વટાવવા અગ્રેસર થશે. સામાન્ય સંયોગમાં હોર્મુઝ જગતનું ૨૦ ટકા ઓઈલ પરિવહન કરે છે. અલબત્ત, ત્યાર પછી એક જ મહિનામાં વૈશ્વિક નાણા કટોકટી સર્જાતા માંગ ઢબી પડી અને ભાવ ૪૦ ડોલરના તળિયે બેસી ગયા હતા. રવિવારે ઈરાનનાં સરકારી મીડીયાએ કહ્યું હતું કે અમારા દુશ્મન દેશો સિવાયનાં તમામ જહાજોને હોર્મુઝમાંથી સલામત રીતે પસાર થવા દેવામાં આવશે. ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી (આઈઈએ)એ સોમવારે ચેતવણીના સૂરમાં કહ્યું કે મધ્ય-પૂર્વમાં યુદ્ધની સ્થિતિ ખુબજ જોખમી છે, પરિણામે ૧૯૭૦ના દાયકા અને રશિયા યુક્રેન ગેસ યુદ્ધ લડાયું ત્યારનાં બે તબક્કામાં ભાવના જે આંચકા અનુભવાયા હતા, તેના કરતા આ વખતે ભાવની ઉછળકૂદ વધુ જોખમી બની ગઈ છે.
ઈરાન યુધ્ધને લીધે પુરવઠા અછત ગંભીર બનતા, આઈઈએનાં સભ્ય દેશો ૧૧ માર્ચે સમાધાનના પગલાં તરીકે, તેમના વ્યુહાત્મક ક્રુડ ઓઈલ સ્ટોકમાંથી ૪૦૦૦ લાખ બેરલ મુક્ત કરવાને સહમત થયા હતા. સોમવારે પેટ્રોલીયમ અને નેચરલ ગેસ મંત્રાલયે સંસદને જણાવ્યું હતું કે ભારત પાસે ૩૩.૭૨ લાખ ટન ક્રુડ ઓઈલ અનામત સ્ટોક છે, જે તેની કુલ સ્ટોરેજ ક્ષમતાના ૬૪ ટકા જેટલો છે. અલબત્ત, સ્પેશ્યલ પર્પઝ વ્હીકલ, જેને ઇન્ડીયન સ્ટ્રેટેજીક પેટ્રોલીયમ રીઝર્વ લીમીટેડ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેમણે કહ્યું હતું કે ભારતના ત્રણ રાજ્યોમાં મળીને કુલ વ્યુહાત્મક પેટ્રોલીયમ અનામત ક્ષમતા ૫૩.૩ લાખ ટનની છે. મંત્રાલયે કહ્યું હતું કે પુરવઠા અછત વખતે, ટૂંકાગાળાના બફર સ્ટોકનું કામ આ જથ્થો કરે છે.
(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








