સોનું અત્યારે વધુ પડતું મૂલ્યાંકન ભલે દાખવે અને વધુ ઘટી પણ શકે છે પણ યાદ રાખજો જીવનમાં સોનાનું મહત્વ છે અને છે જ
યુદ્ધ થતા દરેક રોકાણકાર માનતો હતો કે સોનાના ભાવ વધવા જોઈએ અને આરંભમાં આવું થયું પણ
ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ.મુંબઈ): જો શેરબજારમાં ગાબડા વધુ વેગવાન બનશે તો, હા સોના ચાંદીના ભાવ પણ દબાણમાં આવશે. પણ આવા કોઈ ઘટાડા ટૂંકાગાળાના હશે. અલબત્ત, વર્ષના અંતિમ તબક્કામાં સોના ચાંદી ફરી રોકાણકારોનું સ્વર્ગ બની ઉભરી આવશે અને ભાવ નવી અને ઐતીહાસિક ઊંચાઈ સ્થાપિત કરશે. શક્ય છે કે ટૂંકાગાળામાં બજારમાં વ્યાપક વેચવાલી આવે અને ભાવ ઉન્ધેકાંધ પડે. પણ આવું બનવું શંકાસ્પદ છે. ચાંદીને તેના સપોર્ટ લેવલ ૭૦ ડોલર પ્રતિ ટ્રોય ઔંસ (૩૧.૧૦૩૪૭ ગ્રામ) ચકાસતા અટકાવવા માટે, માર્ચ બોટમ ૭૮ ડોલરથી તૂટવી નહિ જોઈએ, એ પહેલી શરત છે. દરમિયાન ચાંદી ચોથા ત્રિમાસિકમાં પ્રવેશતા પહેલા છમ્મક છલ્લુ બની નવી ઊંચાઈ સ્થાપિત કરવા અગ્રેસર બનવાની સંભાવના છે. જો ક્રુડ ઓઇલના ભાવ બજાર ધારણા પ્રમાણે ૨૦૦ ડોલર પ્રતિ બેરલ વટાવવા ઉતાવળા થશે તો, આખા જગતમાં રોકડ પ્રવાહિતાની જબ્બર સમસ્યા સર્જાશે. અને રોકાણકારો હાથ પરનો માલ ખંખેરવા લાગશે. જે સોના ચાંદી ઉપરાંત ખાણ કંપનીઓના શેરભાવ ટૂંકાગાળા માટે નવા તળિયા શોધવાના પ્રયાસ કરશે.
અર્થતંત્રનાં સંકેતો જ્યારે બજારમાં અચોક્કસતાનું વાતાવરણ ઉભું કરે તેવા નિર્માણ થાય તે સાથે જ રોકાણકારોને પોતાની મૂડી સલામત રોકાણ તરફ લઇ જવાની ફરજ પાડે અને સોના ચાંદીના ભાવ વધવા લાગે છે. ત્યારે નિર્માણ થતી આવી સ્થિતિને આર્થિક ભાષામાં ટ્રાઈફેકટા ઈફેક્ટ કહે છે. આવી સ્થિતિ ૨૪ અને ૩૧ ઓક્ટોબર તથા ૭ નવેમ્બર ૨૦૨૫ના રોજ એમ ત્રણ વખત પૂર્ણ થઇ હતી. ત્યાર પછીની આ વિપરીત ટ્રાઈફેકટા ઈફેક્ટ ઘટના, છેલ્લા સતત બે સપ્તાહથી જેવા મળી રહી છે. જેમાં સોના ચાંદીના ભાવ સતત ઘટ્યાની, સાવ વિપરીત ઘટના પહેલી વખત બની હતી. ઉક્ત ત્રણે તારીખો વખતે ભારતમાં લગ્નસરા અને તહેવારિક માંગ, ભૂ-રાજકીય અસ્થિરતા, સાથે જ સેન્ટ્રલ બેન્કોની સોનામાં જબ્બર ખરીદી જોવાઈ હતી. આપણે આને જરા વિસ્તારથી સમજીએ. બે સપ્તાહ પહેલા યુદ્ધની સાંજે (પશ્ચિમના દેશોના સમયે ૨૭ ફેબ્રુઆરી) સોનાના ભાવ પ્રતિ ઔંસ (૩૧.૧૦૩૪૭ ગ્રામ) ૫૨૯૬ ડોલર બંધ થયા હતા. ત્યાર પછી યુદ્ધના પ્રથમ સપ્તાહમાં ભાવ વધવા જોઈતા હતા તેના બદલે ૨.૨ ટકા ઘટીને ૫૧૮૧ ડોલર બંધ આવ્યા. ત્યાર પછી યુધ્ધના બીજા સપ્તાહમાં ભાવ વધુ ૩.૧ ટકા ઘટીને શુક્રવારે ૫૦૨૩ ડોલર બંધ થયા. સોમવારે ઇન્ટ્રાડેમાં ૪૯૬૮ ડોલર થઇ, મંગળવારે એશિયન ટ્રેડીંગ સમયે ૪૯૯૫ ડોલર હતા.
તમે જુઓ યુદ્ધ થતા દરેક રોકાણકાર માનતો હતો કે સોનાના ભાવ વધવા જોઈએ, અને આરંભમાં આવું થયું પણ. સોમવારે ૨ માર્ચે કોમેકસ સોનાના ભાવ ૮ જ કલાકમાં ૫૪૩૪ ડોલરની ઊંચાઈ જોઈને ૫૨૯૬ ડોલર સુધી ડૂકી ગયા. ત્યાર પછી વોર હાઈ ૫૪૩૪ ડોલરથી ભાવ ઘટાતા રહીને શુક્રવારે ૧૩ માર્ચે ૭.૭ ટકાના ઘટાડે ૫૦૧૪ ડોલરના તળિયે આવી ગયા. સોનાના ઓલ ટાઈમ હાઈ ભાવ ૨૯ જાન્યુઆરીએ ૫૫૯૫ ડોલર થયા હતા, ૧૩ માર્ચ સુધીમાં તે ૧૦.૧ ટકા ઘટી ગયા. હકીકતે યુદ્ધ કે અન્ય કોઈ ઘટનાને અવગણીએ તો પણ, સોનાના વર્તમાન ભાવ, તેના વાસ્તવિક મૂલ્યથી ખુબ ઊંચા છે. ચાલો આપણે ભૂલી જઈએ કે સપ્ટેમ્બર ૨૦૧૧માં ભાવ ૧૭૧૪ ડોલર હતા અને ડીસેમ્બર ૨૦૧૫ સુધીમાં તે ૪૬ ટકા ઘટીને ૧૦૪૬ ડોલર થયા. આપણે જાણીએ છીએ કે વારંવાર બોલાતું જુઠાણું, સત્ય સાબિત થવા લાગે છે. એ જ પ્રમાણે સોના ચાંદીમાં પણ એવુંજ થયું છે. ભૂ-રાજકીય ઘટનાઓ, ફુગાવો અને યુદ્ધ આ બધી ફંડામેન્ટલ ઘટનાઓને અત્યારે સોના ચાંદી નકારાત્મક પ્રતિસાદ આપવા લાગ્યા છે. કોણ આવું સ્વીકારી શકે? આખરે તો ડોલરનાં અવમુલ્યન સામે સોનાં ચાંદી જ ઉત્તમ મુલ્ય પ્રદાન કરશે. અને હા, સોનું અત્યારે વધુ પડતું મૂલ્યાંકન ભલે દાખવે અને વધુ ઘટી પણ શકે છે, પણ યાદ રાખજો જીવનમાં સોનાનું મહત્વ છે અને છે જ.
(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








