નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ તારીખ 29 જાન્યુઆરી 2023ના દિવસની રવિવારની એ સવાર હજી સુધી સરકારી પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો ભૂલી નથી શક્યા. કારણ કે વર્ષોથી સરકારી નોકરી મળશે તે આશાએ રાત-દિવસ મહેનત કરીને જ્યારે ઉમેદાવારો કેન્દ્ર પર હોંચ્યા હતા, ત્યારે પરીક્ષાનું પેપર ફુટ્યુ હોવાથી પરીક્ષા રદ્દ થતા ઉમેદવારો પરીક્ષા આપ્યા વગર જ પાછાં ફર્યા હતા. ત્યારે આજે 70 દિવસ બાદ ફરીથી આજે આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આજે પરીક્ષામાં કોઈ ગેરરીતી ન થાય માટે તંત્રની પણ અગ્ની પરીક્ષા થશે.
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્ક પરીક્ષાનું આજે બપોરે 12:30થી 1:30 કલાક સુધી આયોજન કરવામાં આવ્યું છે. આજની પરીક્ષા માટે રાજ્યના ત્રણ હજાર કેન્દ્ર પર 9.53 લાખ જેટલા ઉમેદવારો પરીક્ષા આપશે. પરીક્ષાને લઈને પેપર સહિતની સામગ્રી કેન્દ્ર સ્ટ્રોંગ રૂમ સુધી ચુસ્પ પોલીસ બંદોહબસ્ત સાથે પહોંચાડી દેવામાં આવી છે. જ્યારે તમામ પરીક્ષા કેન્દ્ર પર ચાર પોલીસ જવાનો સહિત એખ પોલીસ સબ ઈન્સપેક્ટર કક્ષાના અધિકારીને બંદોબસ્ત આપવામાં આવ્યો છે.
જુનિયર ક્લાર્કની પરીક્ષા માટે આજે 12:30 યોજાવનારી પરીક્ષા માટે 11:45 સુધી તમામ ઉમેદવારોને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચી જવાનું રહેશે. ત્યારબાદ કોઈ પણ ઉમેદવારને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. આજની પરીક્ષામાં અલગ-અલગ જિલ્લાઓમાંથી ઉમેદવારો આવવાના હોવાથી ઉમેદવારોને 254 રૂપિયા મુસાફરી ભથ્થું પણ આપવામાં આવશે. 9.58 લાખ ઉમેદવારો આ પરીક્ષા આપવાના હોવાથી બોર્ડને મુસાફરી ભથ્થા પાછળ અંદાજીત રૂપિયા 30 કરોડનો ખર્ચ થશે.
આજની પરીક્ષામાં કોઈ ગેરરીતી ન થાય માટે ઉમેદવારોનું બોડી વોર્ન કેમેરા સાથે ચેકિંગ કરવામાં આવશે. જેથી કોઈ ડમી ઉમેદવાર કેન્દ્રમાં પ્રવેશવાનો પ્રયત્ન કરશે તો તેને ગેટ પર જ અટકાવી શકાશે. ઉપરાંત ઉમેદવાર કોઈ વસ્તુ લઈને પણ પરીક્ષા આપવા જશો તો ગેટ પાસે જ પકડાઈ શકશે. પરીક્ષામાં કોઈ છબરડો ન થાય માટે દરેક જિલ્લામાં વહીવટી તંત્રએ વધારાના ઓબ્ઝર્વર અને ફ્લાઈંગ સ્કવોડ તૈાક તકી છે. આજની પરીક્ષામાં 500થી વધારે ફ્લાઈંગ સ્કવોડ ચાપતી નજર રાખશે. પરીક્ષા કેન્દ્રના દરેક વર્ગખંડમાં નિરીક્ષક અને એક સુપરવાઈઝર રહેશે. જુનિયર ક્લાર્ક પરીક્ષાની ડ્યુટીમાં રહેલા પોલીસ સહિત તમામ લોકોના મોબાઈલ પણ લઈ લેવામાં આવશે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








