Sunday, November 2, 2025
HomeGeneralઅમદાવાદઃ કીર્તિ પટેલ સામે વધુ એક ફરિયાદ, યુવતીની છેડતી અને ધમકી અંગે...

અમદાવાદઃ કીર્તિ પટેલ સામે વધુ એક ફરિયાદ, યુવતીની છેડતી અને ધમકી અંગે FIR નોંધાઈ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ: ટિકટોક ગર્લ કીર્તિ પટેલ પર ફરીએકવાર વિવાદમાં સપડાઈ છે. સોશીયલ મિટીયાં તરખાટ મચાવતી કીર્તિ સામે અમદાવાદમાં વઘુ એક ફરિયાદ નોંધાઈ છે. અગાઉના ગુનાની અદાવાતમાં ફરિયાદીને હેરાન કરાવ અંગે મામલો પોલીસ સ્ટશેન પહોંચ્યો છે.



ટિકટોકના વીડીયો દ્વારા ફેમસ થયેલી કીર્તિ અવારનવાર વિવાદમાં આવતી હોય છે. ત્યારે હવે કીર્તિ પટેલ વિરુદ્ધ વધુ એક પોલીસ ફરિયાદ નોંધાઈ છે. અગાઉ થયેલી મારામારીની અદાવતમાં એક યુવતીને સોશિયલ મીડિયા પર ધમકી આપી બીભત્સ લખાણ લખી અને ફોટા વાયરલ કરવા અંગે વસ્ત્રાપુર પોલીસે ગુનો દાખલ કરી વઘુ તપાસ હાથ ઘરી છે. કીર્તિ પટેલ સામે સેટેલાઈટ, અમદાવાદ સાયબર ક્રાઈમ ફરિયાદ દાખલ થઈ હતી ત્યારે હવે વસ્ત્રાપુરમાં ફરિયાદ દાખલ થઈ છે.

અગાઉ કર્ણાવતી ક્લબ સામે થયેલી મારામારીની ઘટનામાં કોમલ નામની મહિલાએ કીર્તિ પટેલ સામે ફરિયાદ નોંધાવી હતી. જે કેસમાં ફરિયાદી મહિલાએ મદદ કરી હોવાનો આક્ષેપ કરી કીર્તિ પટેલ દ્વારા વારંવાર તેનો બદલો લેવા માટે ત્રાસ અપાતો હોવાનું ફરિયાદી મહિલાએ જણાવ્યું હતું. ઉપરાંત કીર્તિ પટેલ અને ભરત ભરવાડ દ્વારા મહિલાને વારંવાર સેટેલાઈટના ગુનામાં સમાધાન કરી લેવા માટે હેરાન કરવામાં આવતી હતી. જેથી મહિલાએ કંટાડીને કીર્તિ પટેલ અને ભરત ભરવાડ સામે ફરિયાદ દાખલ કરાવી હતી. પોલીસે છેડતી સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી આરોપીઓને પકડવાની કાર્યવાહી હીથ ધરી છે.



- Advertisement -


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

- Advertisement -

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



- Advertisement -


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular