નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: મૂંબઈમાં 26 નવેમ્બર 2011ના રોજ મૂંબઈમાં જે આતંકી હુમલો થયો હતો, તેના કારણે લગભગ આખો દેશ હચમચી ગયો હતો. આ આતંકી હુમલામાં આતંકવાદીઓએ મુંબઈની જાણીતી તાજ હોટલ, ઓબેરોય હોટલ, લીઓપોલ્ડ કાફે અને નરીમાન પોઈન્ટ જેવી જાણીતી જગ્યાઓએ હુમલો કર્યો હતો. આ સમગ્ર આતંકી હુમલાનો માસ્ટર માઇન્ડ તહવ્વુર રાણા હતો, જે હાલ અમેરિકની જેલમાં બંધ છે. હવે અમેરિકી સરકારે તેને ભારત લાવવા માટેની મંજૂરી આપી દીધી છે.
10 જૂન, 2020ના રોજ ભારત સરકારે અમેરિકી સરકારને રજૂઆત કરી હતી કે મુંબઈ હુમલાના માસ્ટર માઇન્ડ તહવ્વુર રાણાને ભારતને સોંપી દેવામાં આવે, પરંતુ તે સમયે અમેરિકી સરકાર સમગ્ર કેસની તપાસ કરી રહી હોવાને કારણે હજુ સુધી આ આરોપીને ભારત લાવી શકયો ન હતો. ત્યાર બાદ હવે 3 વર્ષ બાદ અમેરિકી સરકારે ભારતના વિદેશ મંત્રાલયે કરેલી રજૂઆતને માન્ય રાખીને પ્રત્યાર્પણની મંજૂરી આપી દીધી છે. જેથી હવે નજીકના સમયમાં તહવ્વુર રાણાને ભારત લાવવામાં આવશે.
કોણ છે તહવ્વુર રાણા ?
તહવ્વુર રાણા મૂળ પાકિસ્તાની અને કેનેડિયન ઉધોગપતિ છે, જેણે આંતકી સંગઠન કોલમેની હેડલી સાથે મળી 26/11 જેવી આતંકી ઘટનાને અંજામ આપવા માટેનું કાવતરૂ ઘડ્યું હતું. જોકે સમ્રગ આંતકવાદી ઘટનામાં તપાસ કરતા તહવ્વુર રાણાની મુખ્ય ભૂમિકા હોવાનું સામે આવ્યુ હતું. ત્યારબાદ ભારત સરકારની રજૂઆત બાદ અમેરિકાની સરકારે તહવ્વુર રાણાની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલ્યો હતો. ઉપરાંત અમેરિકી ડિસ્ટ્રિક કોર્ટે સેન્ટ્રલ ડિજિકોર્ટે તહવ્વુર રાણાના દસ્તાવેજોની સમીક્ષા કરી હતી અને ભારત સરકારે મહત્વની દલીલો પણ કોર્ટમાં કરી હતી. તેના અધારે મંગળવારે 16 મેના રોજ 48 પાનનાં કોર્ટના આદેશમાં પ્રત્યાર્પણની અરજીની સુનાવણી કરતી વખતે કોર્ટે તહવ્વુર રાણાને ભારત મોકલવાના આદેશ આપ્યા છે. જેથી આગામી દિવસોમાં આતંકી માસ્ટર માઈન્ડ તહવ્વુર રાણાને ભારત લાવવનો રસ્તો સરળ બન્યો છે.








