નવજીવન ન્યૂઝ.સુરત: સુરતના વરાછા વિસ્તારમાં એક જવલ્લે જ બનતી ઘટના જોવા મળી છે સામાન્યતઃ ચેઇન સ્નેચર મહિલાઓને ટાર્ગેટ કરતા હોય છે પરંતુ આ ઘટનામાં ચેનસ્નેચર્સ યુવકના ગળામાંથી ચેન સ્નેચિંગ કરીને ભાગી ગયા છે, અને એ પણ વહેલી સવારે. વરાછાના અંકુર ચાર રસ્તા પાસે ભાજી વાલા કમ્પાઉન્ડ પાસે મોર્નિંગ વોક કરી રહેલા એક યુવકના ગળામાંથી સોનાની ચેન ખેંચાઇ છે.
અંકુર ચાર રસ્તા પાસે જ આવેલી વિષ્ણુનગર સોસાયટીમાં મહેતા ભરત બાબુભાઈ ગુજરાતી મોર્નિંગ વોક કરવા આજે વહેલી સવારે ભાજીવાલા કમ્પાઉન્ડ પાસે નીકળ્યા હતા. આ દરમિયાન મોપેડ પર આવેલા 20 થી 25 વર્ષના બે યુવાનો ભરતભાઈ ની નજીક આવ્યા અને ચાર તોલા ની તેમણે ગળામાં પહેરેલી ચેન તોડીને ત્યાંથી ત્યાંથી એવા ભાગ્યા કે જાણે હવમાં ઓગળી ગયા.
ભરતભાઈના જણાવ્યા અનુસાર આ વિસ્તારમાં એ સમયે પણ લોકોની સામાન્ય ભીડ હોય છે. અમે અહીં સીસીટીવી પણ ચેક કરાવે છે પરંતુ તેમાં જ કરો કે દેખાતા નથી બંનેના ચહેરા ખુલ્લા હતા, અમે આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
![]() |
![]() |
![]() |











