Wednesday, December 17, 2025
HomeGujaratSuratસુરત PCBની ટીમ સાધુનો વેશ ધારણ કરી મથુરા પહોંચી, 23 વર્ષથી ફરાર...

સુરત PCBની ટીમ સાધુનો વેશ ધારણ કરી મથુરા પહોંચી, 23 વર્ષથી ફરાર આરોપીને આશ્રમમાંથી દબોંચ્યો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. સુરતઃ સુરતમાં (Surat) અલગ-અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગંભીર ગુનાઓને અંજામ આપીને ભાગતા ફરતા આરોપીને ઝડપી પાડવા માટે સુરત પોલીસે મોસ્ટ વોન્ટેડ (Most Wanted) ટોપ 15 આરોપીની યાદી બનાવી હતી. આ આરોપીને જેલના સળીયા પાછળ ધકેલવા સુરત પોલીસ કમિનશર (Surat Police Commissioner) દ્વારા સુચના આપવામાં આવી હતી. ઉપરાંત આ આરોપીઓની માહિતી આપનારાઓને રોકડ ઈનામ આપવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે સુરત PCBની ટીમે 23 વર્ષથી ભાગતો ફરતો અને સાધુનો વેશ ધારણ કરીને ઉત્તરપ્રદેશમાં રહેતા આરોપીને દબોંચી પાડ્યો છે.

Surat PCB team disguised as monk
સુરત પોલીસની ટીમ સાધુના વેશમાં

પોલીસ કમિશનરની સુચના મુજબ PCBના પોલીસ ઈન્સપેક્ટર આર. એસ. સુરેવા દ્વારા મોસ્ટ વોન્ટેડ ટોપ 15 આરોપીઓની માહિતી પોલીસ સ્ટેશનમાંથી મેળવવામાં આવી હતી. આરપીઓના મુળ વતનના સરનામા અને સગા સંબંધીઓની માહિતી એકત્રીત કરીને PCBની અલગ-અલગ ટીમો બનાવી આરોપીને ઝડપી પાડવા માટે કાર્યવાહી શરૂ કરી હતી. આ દરમિયાન PCBના ASI જનાર્દન હરિચરણ અને હેડ કોન્સટેબલ અશોક લુણીને મોસ્ટ વોન્ટેડ 15 પૈકીના એક આરોપીની જાણકારી મળી હતી. જેના પર રૂપિયા 45 હજારના ઈનામની જાહેરાત પણ કરવામાં આવી હતી.

- Advertisement -

પોલીસને માહિતી મળી હતી કે, સુરતના ઉધના પોલીસ સ્ટેશનમાં મર્ડર સહિતના ગુનાઓમાં વોન્ટેડ આરોપી ઉત્તરપ્રદેશના મથુરામાં આવેલા નંદગામમાં આવેલા કોઈ આશ્રમ ખાતે નામ બદલીને સાધુ બનીને રહે છે. જેથી સુરત PCBની ટીમ આરોપીને ઝડપી પાડવા માટે મથુરા પહોંચી હતી. PCBની ટીમ મથુરા પહોંચી તો ગઈ હતી, પરંતું આરોપીને પકડવો લોઢાના ચણા ચાવવા જેવી વાત હતી. કારણ કે, અહિયાં 100થી વધુ ધાર્મિક સ્થળો અને આશ્રમો આવેલા હતા.

સુરત PCBની ટીમે બે દિવસ સુધી સાધુનો વેશ ધારણ કરીને અલગ-અલગ આશ્રમોમાં ખરાઈ કરી હતી. આ દરમિયાન કુંજકુટી નામના આશ્રમમાં આરોપી હોવાની જાણકારી પોલીસને મળી હતી. જેથી પોલીસની ટીમે આશ્રમમાં સેવાર્થી તરીકેની ઓળખ આરોપીને આપીને તેની સાથે પરીચય કેળવ્યો હતો. પોલીસની ટીમે આરોપી સાથે રહીને વિશ્વાસમાં લઈને વિગતો જાણતા તે જ આરોપી હોવાની ખરાઈ થતાં આરોપી પદમ ઉર્ફે રાકેશ ચરણને દબોચી પાડ્યો હતો.

Tag: Surat Crime News in Gujarati, Surat PCB Operation

- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular