Friday, May 1, 2026
HomeGujaratExclusive: પૂર્વ દિલ્હી પોલીસ ક્મીશ્નર રાકેશકુમાર અસ્થાનાના નામે વોટ્સએપ એક્ટિવ કરી યુવકને...

Exclusive: પૂર્વ દિલ્હી પોલીસ ક્મીશ્નર રાકેશકુમાર અસ્થાનાના નામે વોટ્સએપ એક્ટિવ કરી યુવકને ધમકાવી મોટી રકમની માગણી કરાઇ

- Advertisement -

દિલીપ ચાવડા (નવજીવન ન્યૂઝ,સુરત): સાયબર ફ્રોડ થકી રોકડ રકમ પડાવવા સક્રિય થયેલા ભેજાબાજો દ્વારા મોબાઈલ ફોનના માધ્યમથી વિવિધ પ્રકારના નુસખાઓ અપનાવી લોકોને ધાક ધમકાવી પોતાની જાળમાં ફસાવી રોકડ રકમ પડાવી ગંભીર પ્રકારના ગુનાઓને અંજામ આપતા આવ્યા છે. ત્યારે સાયબર ફ્રોડ માટે સક્રિય બનેલા ભેજાબાજોની ગુનાહિત પવૃતિની ચોકાવનારી મોડસઓપ્રેંડી મુજબ હવે ઉચ્ચ પોલીસ અધિકારીઓના નામે સોસીયલ મીડિયાના માધ્યમે રોકડ રકમનો ઉઘરાવવામાં આવી રહી છે. સાયબર ફ્રોડમાં નોધાતી આવેલી ઘટના મુજબ અજાણી વ્યક્તિ દ્વારા વિડીયો કોલ દરમ્યાન અનૈતિક કે ભદ્ર માંગણી કરી સામે વાળી વ્યક્તિને પોતાની ચાલમાં ફસાવી મોબાઇલના હિડન કેમેરાથી વિડીયો બનાવ્યા બાદ તે વાઇરલ કરવા સાથે આરીતે કરવાની બાબતે પોલીસમાં ફરિયાદ આપી ફસાવી દેવાની ધમકી આપી રોકડ રકમ પડાવી લેવા જેવી ઘટનાઓ થકી સાયબર ફ્રોડનો શિકાર થતાં બચાવવા માટે સાયબર ક્રાઇમ ગુજરાત દ્વારા વિવિધ પ્રકારે જન જાગૃતિ લાવવાની પ્રવૃતિઓ કરવા છતાં અનેક લોકો આવી ઘટનાનો શિકાર બની રહ્યા છે.

આવી જ એક ચોકાવનારી ઘટનાનો શિકાર સુરત ગ્રામ્યના ઓલપાડ તાલુકાનો એક યુવક બન્યો છે. યુવકના વોટ્સએપ નંબર પર એક અજાણી યુવતીના પ્રોફાઇલ પિચર વાળા અજાણ્યા નંબર થકી યુવક સાથે મિત્રતાની વાત કર્યાબાદ વિડીયો કોલ કરી તે દરમ્યાન અનૈતિક માંગણી કરી યુવકને પોતાની ચાલમાં ફસાવ્યો. ત્યારબાદ મોબાઇલના હિડન કેમેરામાં યુવકનો બિભીત્સ વિડીયો બનાવી લઈ તે વાઇરલ કરવાની ધમકી આપવા આવી હતી. ઉપરાંત તેણે આરીતે યુવતી સાથે અભર્દ્ર વર્તન કરવાની બાબતે દિલ્હી પોલીસમાં ફરિયાદ કરવાની બાબતે ધાક ધમકી આપવામાં આવી. યુવકે પોતાનો બચાવ કરવા આવું ન કરવા કહેતા તેની પાસે 25 લાખ જેટલી મોટી રકમની માગણી કરવામાં આવી. જયારે યુવકે પોતાની પાસે આટલી મોટી રકમ ન હોવાનું કહેતા તેને નરેન્દ્ર શર્મા નામના ઇસમનો ખાતા નંબર આપી તેમાં 5000 રૂપિયા ટ્રાન્સફર કરવાનું કહ્યું હતું. ભોગ બનેલા યુવકે ઓનલાઈન 5000 રૂપિયા ટ્રાન્સફર કર્યાબાદ બીજા 247500 ની માગણી કરી હતી.

- Advertisement -

ભોગ બનેલા યુવકને ફોન અને મેસેજ કરી વારંવાર મોટી રોકડ રકમની માગણી કરવામાં આવતી હતી. યુવક રકમ ટ્રાન્સફર ન કરતાં સાયબર ફ્રોડ કરનાર ભેજાબાજ દ્વારા મોબાઈલ નંબર 90394 68974 નંબર સાથે ACP RAKESH KUMAR ASTHANAના નામ સાથે ACP RAKESH KUMAR ASTHANA POLICE OFFICER NEW DELHI POLICE STATION જેવી માહિતી અને પ્રોફાઇલ પર રાકેશકુમાર અસ્થાનાનો ફોટો રાખી બનાવેલા વોટસએપ એકાઉન્ટથી યુવકને મેસેજ અને કોલ કરી ધમકીઓ આપવામાં આવી રહી છે. ત્યારે હાલ દિલ્હી પોલીસ ક્મીશ્નર તરીકે ફરજ બજાવતા આઇ.પી.એસ રાકેશ આસ્થાનાના નામે વોટ્સેપ એકાઉન્ટ બનાવવા સાથે તેનાથી ધાક ધમકાવી મોટી રોકડ રકમની માંગણી કરવાની વાતે સાયબર ફ્રોડ કરનારા ભેજા બાજોને પોલીસની પણ બીક રહી ન હોવાનું નોધાયું છે. જયારે ભોગ બનેલા યુવકે સમાજમાં બદનામી થવાની બીકે પોલીસમાં ફરિયાદ કરવાનું ટાળ્યું છે.

નોધ – [સમાજમાં બદનામી થવાની બીકે ભોગ બનેલા યુવકે પોતાનું નામ જાહેર કરવાની શરતે માહિતી અને પુરાવાઓ આપ્યા હોવાથી અહી તેમના નામનો ઉલ્લેખ નથી કરાયો]

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular