નવજીવન ન્યૂઝ. સુરતઃ સુરતમાં (Surat) છેલ્લા કેટલાક સમયથી લૂંટારૂઓ પોલીસને પડકાર આપી રહ્યા છે. સુરતમાં મોબાઈલ સ્નેચિંગની (Mobile Snatching) ઘટનાઓ સતત સામે આવી રહી છે. ત્યારે વધુ એક ઘટના સામે આવતા ટોળાએ મોબાઈલ સ્નેચ કરવા આવેલા લૂંટારૂનું બાઈક સળગાવી દીધું હતું. જે અંગે પોલીસે (Surat Police) બે ફરિયાદ નોંધી છે. મોબાઈલ લૂંટ કેસમાં (Loot Case) બે લોકો સામે અને બાઈક સળગાવાના કેસમાં 4 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે.
પ્રાપ્ત વિગત અનુસાર, સુરતમાં રહેતો શુભમગીરી નામનો યુવક ગત 26 તારીખે મિત્રો સાથે બાઈક પર મંદિરે દર્શન કરીને ઘરે આવી રહ્યો હતો. તે દરમિયાન તેના મિત્ર શિવમ ઠાકુરે બાઈક ચલાવવા માટે માગી હતી. જેથી શુભમગીરીએ શિવમને બાઈક આપી હતી. શિવમે પોતે બાઈક ચલાવાના બદલે તેના મિત્રને બાઈક ચલાવા માટે આપીને તે બાઈક પર પાછળ બેસીને ગયો હતો. ત્યારબાદ શિવમ ઠાકુર અને તેનો મિત્ર રાયકા સર્કલ પાસે મોબાઈલ સ્નેચીંગ કરવા માટે ગયા હતા.
જ્યાં મોબાઈલ સ્નેચીંગ કર્યા બાદ ભાગવા જતાં બાઈક સ્લીપ ખાઈ ગઈ હતી. જેથી ટોળું તેમને પકડવા માટે દોટ મુકતાં બંને જણાં બાઈક મુકીને ભાગી ગયા હતા. જોકે ઉશ્કેરાયેલા ટોળાએ મોબાઈલ સ્નેચ કરવા આવેલા વ્યક્તિના બાઈકને આગ ચાંપી દીધી હતી. મિત્ર બાઈક લઈને પરત ન આવતા શુભમગીરીએ શિવમને ફોન કર્યો હતો. આ દરમિયાન શિવમે કહ્યું હતું કે, બાઈક સ્લીપ થઈ ગઈ છે અને મને ઈજા થઈ છે, બાઈક સ્થળ પર પડ્યું છે તેમ ગોળ-ગોળ જવાબ આવ્યો હતો.
સમગ્ર મામલે પોલીસને જાણ થતાં બાઈક સળગાવી દેવાની ઘટનામાં ખટોદરા પોલીસે રમેશ, બાબુ કુમાર શાહુ, સુરજ સંતોષ જૈના અને રંજન ક્રિષ્ના રાઉતની ધરપકડ કરી છે. જેમાં 3 આરોપી ઓરિસ્સાના અને એક રાજસ્થાનનો છે. સળગેલા બાઈકના નંબરના આધેરા પોલીસે તપાસ કરતાં નવાગામ ડિંડોલી જલારામ નગરમાં રહેતા શુભમગીરી ગૌસ્વામીના ઘરે પહોંચી હતી. પોલીસની તપાસ શુભમગીરી સુધી પહોંચી જતાં શિવમ ઠાકુરે ફોન ઉઠાવવાનો બંધ કરી દીધો છે. હાલ શિવમ ઠાકુર અને તેનો મિત્ર ફરાર છે. જેને ઝડપી પાડવા માટે પોલીસ તપાસ કરી રહી છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








