Sunday, October 26, 2025
HomeGujaratSuratસુરતઃ લાઈટ જતા ગૂમ થયું બાળક, બીજા દિવસે પાણીની ટાંકીમાંથી મળ્યો મૃતદેહ

સુરતઃ લાઈટ જતા ગૂમ થયું બાળક, બીજા દિવસે પાણીની ટાંકીમાંથી મળ્યો મૃતદેહ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. સુરતઃ Surat Child Missing Case: સુરતમાં વાલીઓ માટે ચેતવણીરૂપ અને ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરના ગોડાદરા વિસ્તારમાં ગઈકાલે બાળક ગુમ (Child Missing) થયું હોવાની ઘટના સામે આવી હતી. જોકે બાળક ગુમ થતાં પરિવાર દ્વારા તેની શોધખળ કરવામાં આવી હતી છતાં બાળક મળ્યું ન હતું. આજે બીજા દિવસે બાળકનો મૃતદહે મળી આવતા શ્રમજીવી પરિવારમાં શોકની લાગણી છવાઈ હતી.

પ્રાપ્ત વિગત અનુસાર, સુરતના ગોડાદરા વિસ્તારમાં કલ્પના સોસાયટીમાં રહેતા મૂળ મઘ્યપ્રદેશના વતની સંતોષભાઈ પાણીપુરીની લારી ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમને સંતાનમાં બે પુત્રો છે. જે પૈકી એક 3 વર્ષનો સંતાન રૂદ્ર ગઈકાલે સાંજના સમયે ઘરનો વીજપુરવઠો બંધ થયાં બાદ, અંધારું થઈ જતાં ગુમ થઈ ગયો હતો. જેથી શ્રમજીવી પરિવાર માનસિક તણાવમાં આવી ગયો હતો અને મોડી રાત સુધી બાળકની શોધખોળ કરી હતી. તેમ છતાં બાળકની કોઈ ભાળ મળી ન હતી.

- Advertisement -

આખી રાત બાળકની શોધખોળ કર્યા બાદ વહેલી સવારે રૂદ્રના મોટા મમ્મી વહેલી સવારે ઘરની ટાંકીમાંથી પાણી ભરવા ગયા હતા. જ્યાં પાણીની ટાંકી ખોલતા જ પાણીમાં ડુબી ગયેલો રૂદ્ર મળી આવ્યો હતો. રૂદ્રના મોટા મમ્મીએ આ બનાવની જાણ પરિવારને કરતાં બધા પાણીની ટાંકી પાસે દોડી આવ્યા હતા અને રૂદ્રને પાણીની ટાંકીમાંથી બહાર કાઢ્યો હતો. પરિવારજનો રૂદ્રને તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં હોસ્પિટલમાં ફરજ પરના તબીબે રૂદ્રને મૃત જાહેર કર્યો હતો. રૂદ્રનું પાણીમાં ડુબી જવાના કારણે મોત થયું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું. બાળકના મોત મામલે હાલ ગોડાદરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular