Sunday, October 26, 2025
HomeGujaratSuratનાના બાળકોના માત-પિતા માટે વધુ એક આંખ ઉઘાડતો કિસ્સો સુરતમાંથી સામે આવ્યો

નાના બાળકોના માત-પિતા માટે વધુ એક આંખ ઉઘાડતો કિસ્સો સુરતમાંથી સામે આવ્યો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. સુરત: Surat Child Dies: બાળકો કેટલીક વખત રમતા-રમતા અનેક વસ્તુઓ મોઢામાં નાંખી ગળી જતા હોય છે, જેની માતા-પિતાને પણ જાણ હોતી નથી. છેલ્લા થોડા દિવસથી આ પ્રકારની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે, ત્યારે આજે વધુ એક માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સુરતમાંથી (Surat) સામે આવ્યો છે. જ્યાં રમતા-રમતા એક બાળક ચીકુનું બીજ (Chiku Seed) ગળી જતા બાળકની શ્વાસનળીમાં બીજ ફસાઈ ગયું હતું. જેમાં બાળકને શ્વાસ લેવામાં તકલીફ થતાં તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યું હતું. બાળકીને સારવાર મળે તે પહેલા રસ્તામાં જ તેનું મૃત્યુ થયું હતું. બાળકનું મૃત્યુથી પરિવાર શોકમાં ગરકાવ થયો હતો.

આ પણ વાંચો : 4 વર્ષનું બાળક ગળી ગયું લોખંડની નટ! જીવ બચાવવા ડોક્ટર્સે કરી આવી તૈયારીઓ

- Advertisement -

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના ઉધના વિસ્તારમાં આવેલા કૈલાસનગરમાં સવારના 10 વાગ્યાની આસપાસ માતા દોઢ વર્ષના બાળકને ચીકુ ખવડાવી રહી હતી, તે દરમિયાન ચીકુનું બીજ માતાએ કાઢી બાજુમાં મૂકી દીધું હતું. ત્યાર બાદ માતા કામ કરવામાં વ્યસ્ત થતા બાળક ઘરમાં રમી રહ્યું હતું. ત્યારે રમતા-રમતા બાજુ પર મૂકેલું ચીકનું બીજ બાળક મોંઢામાં નાંખી ગળી ગયું હતું. બીજ બાળકની શ્વાસનળીમાં ફસાઈ જતા બાળક જમીન પર બેભાન થઈ ઢળી પડ્યું હતું. અચાનક ધડામ લઈ અવાજ આવતા માતા તાત્કાલિક બાળક પાસે દોડી આવી હતી અને બાળકને જમીન પર પડેલા જોઈ થોડા સમય માટે માતા પણ ગભરાઈ ગઈ હતી. બાદમાં તાત્કાલિક બાળકને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાઈ રહ્યું હતું, તે દરમિયાન રસ્તામાં જ બાળક દમ તોડી દેતા ફરજ પરના ડૉક્ટરે બાળકને મૃત્યુ જાહેર કર્યું હતું. માસૂમ બાળકના મૃત્યુથી પરિવારના માથે આભ તૂટી પડ્યું છે.

TAG: Surat Latest News Today

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular