નવજીવન ન્યૂઝ. સુરતઃ દુર્ઘટઓ માટે પંકાયેલા સુરતમાં વઘુ એક બનાવ સામે આવ્યો છે. એક જૂની ઈમારતના રિનોવેશન વખતે દીવાલનો સ્લેબ તૂટી પડ્તા ચાર લોકો તેમાં દટાઈ ગયા હતા. જેમાંથી એકનું મોત નિપજ્યું હોવાનો અહેવાલ સામે આવ્યો છે. જોકે આ ઘટનામાં ફાયર વિભાગનું રેસ્ક્યૂ ઓપરેશન હાલ (આ લખાય છે ત્યારે) ચાલુ હોવાને કારણે વધુ વિગતો મેળવાઈ રહી છે. હાલ આ અકસ્માતમાં મૃત્યુનો આંકડો વધે તેવી શક્યતાઓ છે.
સુરતના કતારગામમાં કિરણ હોસ્પિટલની પાછળના જૂના કોમ્પલેક્ષમાં રિનોવેશનનું કામ ચાલી રહ્યું હતું. તે દરમિયાન આજે અચાનક જ કોમ્પલેક્ષનો સ્લેબ ધરાશાયી થઈ ગયો હતો. આ બનાવમાં ચારથી વઘુ લોકો દબાયા હોવાની જાણકારી મળતાં ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને રેસક્યુ ઓપરેશન હાથ ઘર્યું હતું. રેસ્ક્યું ઓપરેશનમાં 7 જે.સી.બી. મશીન સહિતના સાધનો કામે લગાવી દેવાયા છે.
આ ઘટનામાં 2 મજૂરના મૃત્યુ થયા છે તેમજ 5 કરતા વધારે લોકો દટાયા હોવાની આશંકા છે. હાલ કાટમાળ હટાવવાની કામગીરી ચાલી રહી છે. રેસ્ક્યું ઓપરેશન હજી ચાલુ હોવાનો કારણે કેટલા લોકો દટાયા છે તે અંગે હાલ સત્તાવાર આંકડા સામે આવ્યા નથી. પાલિકાના અધિકારીઓએ જાણાવ્યુ હતું કે કતારગામના જરીવાલા કમ્પાઉન્ડમાં આ ઈમારત આવેલી છે, જ્યાં તેનું સમારકામ ચાલતું હતું. તે દરમિયાન દીવાલનાં સ્લેબનો ભાગ તૂટી પડ્યો હતો. રિનોવેશનની કામગીરી માટે પાલિકામાંથી કોઈ જ મંજૂરી લેવામાં નહોતી આવી.
![]() |
![]() |
![]() |












