નવજીવન ન્યૂઝ. સુરતઃ Surat Accident :જો તમે તમારૂં વાહન મિત્રને આંટો મારવા કે વાપરવા માટે આપો છો તો ચેંતજો, નહીંતર તમારી જોડે પણ આવું જ કંઈક થઈ શકે છે. સુરતમાં(Surat) બે દિવસ પહેલા એક હિટ એન્ડ રનનો (Hit and Run) બનાવ સામે આવ્યો હતો. જેમાં રસ્તાની એક તરફ શાકભાજીની લારી લઈને જતાં યુવકને કારે ટક્કર (Car Accident) મારીને સ્થળ પરથી ફરાર થઈ ગઈ હતી. જેના સીસીટીવી ફુટેજ પણ સામે આવ્યા હતા. જોકે પોલીસ સીસીટીવીના આધારે તપાસ કરતાં આરોપી સુધી પહોંચવામાં પોલીસને (Surat police) સફળતા મળી છે.
વધુ વાંચો : જૂઓ કાર ચાલકે સુરતમાં યુવાનને કેવી રીતે આપ્યું મોત: ભયાનક CCTV આવ્યા સામે
પ્રાપ્ત વિગત અનુસાર, ગત મંળવારે સુરતના ડીંડોલી વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના બની હતી. ડીંડોલી વિસ્તારમાંથી અંકિત ગુપ્તા નામનો વ્યક્તિ શાકભાજીની લારી લઈને રસ્તામાંથી પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન પાછળથી પુરપાટ ઝડપે આવી રહેલી એક કારે જોરદાર ટક્કર મારી હતી. ટક્કરના કારણે અંકિત ફંગોળાઈને રોડની એક તરફ પડ્યો હતો. જોકે તેની શાકભાજીની લારી પણ ઊંધી થઈ જતાં રસ્તા પર શાકભાજી વેરાઈ ગઈ હતી. આ બનાવ બાદ કાર ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. બનાવના સીસીટીવી સામે આવતા પોલીસે કારના નંબરના આધારે તપાસ શરૂ કરી હતી.
પોલીસ તપાસમાં હિટ એન્ડ રન બનાવની કાર મૂળ ભાવનગર જિલ્લાના પાલીતાણાના માલિકની હોવાનું સામે આવ્યું હતું. પોલીસે માલિકની પુછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે, કારમાલિકે કાર વેચવા માટે સુરતમાં રહેતા તેમના બનેવી વિશાલ નાકરાણીને આપી હતી. પરંતું કોઈ કારણોથી કાર નહીં વેચાતા બનેવીનો મિત્ર નિમેશ વઘાસિયા લગ્ન પ્રસંગ માટે બે દિવસ કારને લઈ ગયો હતો. બનેવીના મિત્ર નિમેશે ડિંડોલી વિસ્તારના એક પાનના ગલ્લે કાર ઉભી રાખી હતી ત્યારે નિમેશનો મિત્ર રવિ વાળા કારનો રાઉન્ડ મારવા માટે લઈ ગયો હતો અને તેણે અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં અંકિત ગુપ્તાનું મોત નિપજ્યું હતું.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








