નવજીવન ન્યૂઝ. વડોદરા: Vadodara SMC Raid : ગુજરાતમાં માત્ર દારૂબંધી કહેવા પૂરતી રહી ગઈ હોય તેવી રીતે આવર-નવાર ગુજરાતમાં લાખો રૂપિયાનો વિદેશી દારૂ પકડાઈ રહ્યો છે. એક તરફ ગુજરાત સરકાર દ્વારા દારૂબંધીની ગુલબાંગો પોકારવામાં આવી રહી છે, ત્યારે બીજી તરફ બુટલેગર બેફામ બની દારૂબંધીના કાયદાના ધજાગરા ઉડાવી રહ્યા છે. બુટેલગરોને પકડવા માટે સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC) પણ સક્રિય બની કાર્યવાહી કરી રહી છે. સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા વડોદરા (Vadodara) ખાતે દરોડો પાડી લાખો રૂપિયાનો વિદેશી દારૂનો (Liquor) જંગી જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ, સ્ટેટ મોનેટરીંગ સેલની ટીમને બાતમી મળી હતી કે અમદાવાદ એક્સપ્રેસ હાઇવે ઉપર વડોદરા ટોલ પ્લાઝા પહેલા એક વિદેશી દારૂ ભરેલું કન્ટેનર અમદાવાદ તરફ જઈ રહ્યું છે. જે બાતમીના આધારે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે બાતમીવળી જગ્યા પર વોચ ગોઠવી વડોદરા તરફ આવતા કન્ટેનરને અટકાવી તલાશી લેતા કન્ટેનરમાંથી વિદેશી દારૂનો જંગી જથ્થો મળી આવ્યો હતો. જેમાં 3500 જેટલી વિદેશી દારૂની બોટલ જેની બજાર કિંમત 38,60,000 અને એક કન્ટેનર જેની કિંમત 12 લાખ મળી કુલ 50 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. તેમજ પ્રવીણ રઘુનાથ પાટીલ અને ઓમકાર અનિલ હળદનકર જે મૂળ મહારાષ્ટ્રના રહેવાસી છે, બંને આરોપીઓની ધરપકડ કરી છે. તેમજ એક આરોપી અરુણ લક્ષ્મણ મીઠવાકર જે ભાગી જતાં તેને વોન્ટેડ જાહેર કર્યો છે.
હાલ SMCએ આ વિદેશી દારૂનો જથ્થો કોણે મગાવ્યો છે અને કોને આપવાનો હતો તે તમામ દિશામાં તાપસ હાથધરી છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796