Sunday, October 26, 2025
HomeGujaratRajkotપેપરલીક થતા રોકવા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પેપર પર બારકોડ લગાવ્યા, CCTV લાઈવ જોઈ...

પેપરલીક થતા રોકવા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પેપર પર બારકોડ લગાવ્યા, CCTV લાઈવ જોઈ શકાશે

- Advertisement -

નવજીવન ન્યૂઝ. રાજકોટ: Rajkot News: રાજકોટ સ્થિત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં (Saurashtra University) આજથી બીજ સત્રની પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે. જેમાં 51 જેટલા કોર્ષના કુલ 51,184 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. યુનિવર્સિટી તંત્ર દ્વારા પરીક્ષા માટે 133 સેન્ટરો તૈયાર કરવામાં આવ્યા છે. જ્યારે 14 કોર્ષના 4 હજાર કરતા વધારે વિદ્યાર્થીઓને ઑનલાઈન પેપર મોકલવામાં આવશે. ત્યારે તાજેતરમાં જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પેપરલીકને ધ્યાને રાખી પેપરલીક થતું અટકાવવા (Prevent paper leak) માટે પ્રશ્નપત્રો પર ખાસ પ્રકારનો બારકોડ (Barcode) લગાવવામાં આવ્યો છે. ઉપરાંત તમામ પરીક્ષા કેન્દ્રો પર સી.સી.ટી.વી. કેમેરાથી નજર રાખવામાં આવી રહી છે.

તાજેતરમાં જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પેપરલીકની ઘટના બાદ બે દિવસ પહેલા જ ભાવનગર યુનિવર્સિટીના પેપરલીકની (Bhavnagar University Paper Leak) ઘટના સામે આવી છે. ત્યારે હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પરીક્ષા શરૂ થઈ છે. ત્યારે પેપરલીકના પ્રશ્નને ધ્યાને રાખી યુનિવર્સિટી દ્વારા પેપર પર બારકોડ લગાવવામાં આવ્યા છે. માનવામાં આવે છે કે બારકોડ લગાવવાથી પરીક્ષાના પેપરને લીક થતા અટકાવી શકાશે અને પેપરલીક થાય તો પેપર ક્યાંથી લીક થયું તેની માહિતી મેળવી શકાય છે. મહત્વની વાત છે કે સૌરાષ્ટ્રના 5 જિલ્લામાં પરીક્ષાઓ લેવામાં આવશે જેના માટે 132 સેન્ટરો તૈયાર કરવામાં આવ્યા છે. આ પૈકીના 78 સેન્ટર પર તંત્ર દ્વારા ઓબઝર્વરની નિયુક્તી પણ કરવામાં આવી છે. સાથે જ પરીક્ષાના સેન્ટરના લાઈવ સી.સી.ટી.વી. વેબસાઈટના માધ્યમથી જોઈ શકાય તે માટે આયોજન કરવામાં આવ્યું છે.

- Advertisement -

આજથી શરૂ થતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષામાં સૌથી વધારે બી.કોમ. સેમેન્ટર 6ના 16293 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યું છે. સાથે જ બી.એ. સેમેસ્ટર 6ના 10901 અને બી.એસ.સી. સેમેસ્ટર 6ના 3011 બી.સી.એ. સેમેસ્ટર 6ના 2981 બી.એ. સેમેસ્ટર 6ના એક્સટર્નલ અભ્યાસ કરતા 2805 વિદ્યાર્થીઓ અને એમ.કોમ. સેમેસ્ટર 4ના 2163 તેમજ બી.બી.એ. સેમેસ્ટર 6ના 2478, એમ.એ. ઓલ સેમેસ્ટર 4ના એક્સટર્નલના 1738. એમ.કોમ સેમેસ્ટર 4ના રેગ્યુલરના 1143 આમ કુલ મળી 51184 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

ઉપરાંત યુનિવર્સિટી તંત્ર દ્વારા પરીક્ષા માટે જે કોલેજમાં પરીક્ષાનું સેન્ટર હશે ત્યાંના આચાર્યને ઈ-મેલ મારફતે પ્રશ્નપત્ર ખોલવાના યુઝર આઈ.ડી. અને પાસવર્ડ મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉપરાંત પરીક્ષાના એક કલાક પહેલા જ આચાર્ય આ પાસવર્ડથી પ્રશ્નપત્ર ખોલી શકે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

TAG: Rajkot News, Saurashtra University, Paper Leak

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular