નવજીવન ન્યૂઝ. રાજકોટઃ ગુજરાતમાં રોજ-બરોજ અંગતઅદાવત અને પૈસાની લેતીદેતી મામલે હત્યાના બનાવ સામે આવતા હોય છે. ત્યારે રાજકોટમાં આજે ડબલ મર્ડરનો બનાવ સામે આવ્યો છે. યુવક-યુવતીને જાહેરમાં તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરીને મોત નીપજ્યુ છે.
માહિતી અનુસાર, રાજકોટના ઉપલેટામાં છ મહિના અગાઉ હિના સોમજીભાઈ સિંગરખિયા અને અનિલ મનસુખભાઈ મહિડાએ પ્રેમ લગ્ન કર્યા હતા. જે યુવતીના પિતા અને ભાઈને પસંદ આવ્યુ ન હતું. જેથી વારંવાર ઝઘડા થતા હતા. આજે સવારે જ્યારે યુવક-યુવતી હોસ્પીટલમાં સારવાર અર્થે જતા હતા તે દરમિયાન યુવતીના પિતા અને તેના ભાઈએ છરી તથા પાઈપ વડે હુમલો કર્યો હતો.
હીના અનિલ સાથે છેલ્લા કેટલાક સમયથી પ્રેમમાં હતી. અગાઉ પણ તેમણે પ્રેમલગ્ન કરવા માટે ભાગ્યા હતા. પરંતુ તે વખતે યુવતીની ઉંમર નાની હોવાથી પરિવારજનોએ ભાયાવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. ભાયાવદર પોલીસે યુવક-યુવતીને ઝડપી પાડ્યા હતા. પરંતુ છ પહેલા હીનાની ઉંમર 18 થઈ જતા અનિલ સાથે ભાગી ગઈ હતી. આજે હીનાના ભાઇ સુનિલને તેના બહેન-બનેવી ઉપલેટામાં હોવાની માહિતી મળતા બંને શોધતો હતો. ત્યારે સવારે 11 વાગે કુંભારવાડા નાકે તેની બહેન-બનેવી મળી જતા ઉપરાછાપરી છરીના ઘા ઝીંકી દીઘા હતા.
ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચો હતો. હીનાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે બનેવી અનિલની હાલત ગંભીર હોવાથી તેને ઉપલેટાની કોટેજ હોસ્પિટલ લઇ જતા હોસ્પિટલે પહોંચતા પહેલા જ તેનું મોત થયું હતું.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











