Sunday, October 26, 2025
HomeGujaratRajkotવિવાદ કોઠે પડી ગયો લાગે! ડમી વિદ્યાર્થી ઝડપાયાના 48 કલાક બાદ પણ...

વિવાદ કોઠે પડી ગયો લાગે! ડમી વિદ્યાર્થી ઝડપાયાના 48 કલાક બાદ પણ કાર્યવાહી નહીં

- Advertisement -

નવજીવન ન્યૂઝ. રાજકોટ: Rajkot Dummy Student: વિવાદોથી ઘેરાયેલા રહેવું જાણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને (Saurashtra University)પસંદ પડી ગયું હોય તેમ જણાય છે. કારણ કે ગતરોજ ધોરાજીની (Dhoraji) કોલેજમાંથી પરીક્ષા (College exam) દરમિયાન ઝડપાયેલા બોગસ વિદ્યાર્થી (Dummy Student Caught) મામલે 48 કલાક બાદ પણ કોઈ કાર્યવાહી થઈ નથી.

તાજેતરમાં જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પેપરલીક થયાના મહિનાઓ બાદ ફરિયાદ નોંધાઈ હતી. ત્યારે હાલ ચાલી રહેલી પરીક્ષામાં ઉપલેટાની (Upleta) મ્યુનિસિપલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાંથી ડમી વિદ્યાર્થીનો મામલો સામે આવ્યો છે. જેમાં ડમી વિદ્યાર્થી ચાલુ પરીક્ષામાં જ હાજર સ્ટાફ દ્વારા ઝડપી લેવાયો હતો પરંતુ તે ભાગી જવામાં સફળ થયો હતો. મળતી વિગતો અનુસાર આ ડમી વિદ્યાર્થી કોઈ વિદ્યાર્થીનીના સ્થાને પરીક્ષા દેવા માટે પહોંચ્યો હતો. પરંતુ કોલેજના ઓબઝર્વરને શંકા જતા તેણે રિસિપ્ટ ચેક કરી હતી જે ઓનલાઈન રિસિપ્ટ સાથે મેળ ખાતી ન હતી. આમ ગતરોજ 10:37 વાગ્યે ડમી વિદ્યાર્થીનો ભાંડો ફૂટી ગયો હતો અને આ ઘટના પણ કેમેરામાં કેદ થયેલી છે.

- Advertisement -

આ મામલે કોલેજના આચાર્યએ જણાવ્યું હતું કે ગત 5 એપ્રિલના રોજ ઉપલેટા ખાતે મ્યુનિસિપલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે બી.કોમ સેમેસ્ટર 6ની પરીક્ષા ચાલી રહી હતી. દરમિયાન એક વિદ્યાર્થી પર શંકા જતા તેની હોલ ટિકીટ ચેક કરવામાં આવી હતી. હોલ ટિકીટ જોતા શંકાસ્પદ લાગતા યુનિવર્સિટીના સત્તાવાર પ્લેટફોર્મ પર ચેક કરતા તે ડમી હોવાનું સામે આવ્યું હતું. યુનિવર્સિટીની વેબસાઈટ પર તે હોલ ટિકીટનો નંબર એક યુવતીના નામ પર હતો માટે અમે તેને બેસાડી રાખ્યો હતો અને પરીક્ષા આપવા દીધી ન હતી. તેમજ જેતે યુવતીને ફોન કરી પુછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે, તેને ગ્રેજ્યુએશન પુરું કરવું હતું પણ તેના લગ્ન થઈ ગયા હોય સાસરીયા તેને પરીક્ષા આપવા દેતા ન હતા. માટે તે પુર્ણ કરી શકતી ન હતી. દરમિયાન ઝડપાયેલો વિદ્યાર્થીત્યાંથી દોડીને નાસી ગયો હતો.

આ ઘટનાના 48 કલાક વિત્યા બાદ પણ કોઈ પોલીસ કાર્યવાહી યુનિવર્સિટી તંત્ર દ્વારા નહીં કરવામાં આવતા હાલ યુનિવર્સિટીની ભૂમિકા પર સવાલ પેદા થયા છે. ત્યારે યુનિવર્સિટીના પરીક્ષા નિયામક નિલેશ સોની એક્ઝામિનેશન ડિલિપ્લીનરી એક્શન કમિટિ કાર્યવાહી કરશે તેમ જણાવી રહ્યા છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular