તુષાર બસિયા(નવજીવન ન્યૂઝ. રાજકોટ): રાજકોટ શહેર પોલીસની ક્રાઈમ બ્રાન્ચના 1 કોન્સ્ટેબલ અને 3 હેડ કોન્ટસ્ટેબલ દારૂના કન્ટેનર મામલે આરોપી બન્યા બાદ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ ઘટના બાદ રાજકોટ શહેર પોલીસે દારૂ મામલે દાખલ કરેલા કેસના બે દિવસના આંકડા ચોંકાવનારા તથ્યો રજૂ કરે છે.
રાજકોટ શહેર પોલીસના વિવિધ પોલીસ સ્ટેશન દ્વારા તારીખ 20-21 એપ્રિલના રોજ દારૂ મામલે દાખલ થયેલા ગુનાનું વિશ્લેષણ કરતા માહિતી મળે છે કે, શહેરમાં અંગ્રેજી દારૂના કેસ કરતા દેશી દારૂના કેસ વધારે થયા છે. માત્ર બે જ દિવસના વિશ્લેષણ પરથી વિવિધ સવાલો પેદા થાય તેમ છે. જેમાં મુખ્ય સવાલ છે કે શું શહેરમાં દેશી દારૂ કરતા અંગ્રેજી દારૂનું ચલણ ઓછું છે કે અંગ્રેજી દારૂના વેપાર તરફ લાલ આંખ નથી થતી ?
જો આંકડાની વાત કરવામાં આવે તો તારીખ 20 અને 21 એપ્રિલના બે દિવસમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા કુલ 33 લીટર જેટલો દેશી દારૂ, બી ડિવિઝન પોલીસ સ્ટેશને 10 લીટર, કુવાડવા રોડ પોલીસ સ્ટેશન 5 લીટર, થોરાળા પોલીસ સ્ટેશન 19 લીટર, આજી ડેમ પોલીસ સ્ટેશન 17 લીટર, માલવીયા પોલીસ સ્ટેશન 40 લીટર, ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન 23 લીટર, ગાંધીગ્રામ 2 પોલીસ સ્ટેશન 30 લીટર, એરપોર્ટ પોલીસ સ્ટેશન 5 લીટર, રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન 3 લીટર જેટલો દારૂ ઝડપી પાડ્યો છે.
જ્યારે આ બે દિવસોમાં જ કુવાડવા રોડ પોલીસ સ્ટેશન દ્વારા આલ્કોહોલીક 562 બોટલ ટોનિક અને 1 અંગ્રેજી દારૂની બોટલ, ભક્તિનગર પોલીસ સ્ટેશન દ્વારા 6 બોટલ અંગ્રેજી દારૂ, થોરાળા પોલીસ સ્ટેશન દ્વારા 1 નંગ દારૂ, પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશન દ્વારા 2 બોટલ અંગ્રેજી શરાબ ઝડપી પાડવામાં આવ્યો છે.
આ બંને આંકડા રાજકોટ શહેર પોલીસ દ્વારા દાખલ થયેલી ફરિયાદો પરથી મેળવવામાં આવ્યા છે. આ આંકડા ઝડપાયેલા દારૂના છે મતલબ કે 2 દિવસમાં શહેરમાંથી 185 લીટર દેશી દારૂનો જથ્થો ઝડપાયો છે. જ્યારે આલ્કોહોલીક ટોનિકની 562 બોટલ અને 10 અંગ્રેજી બોટલ ઝડપવામાં પોલીસને સફળતા મળી છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











