નવજીવન ન્યૂઝ. રાજકોટ: Jetpur Murder Case: સાડીના ઉદ્યોગ માટે ઓળખાતા રાજકોટ જિલ્લાના (Rajkot) જેતપુરમાં (Jetpur) સાડીના ધોલાઈ ઘાટ બાબતે થયેલી માથાકૂટ હત્યા (Murder) સુધી પહોંચી હતી. છેલ્લા કેટલાક સમયથી બે જૂથ વચ્ચે સાડીનો ઘાટ ચલાવવાને લઈ માથાકૂટો ચાલી રહી હતી. જેનું માઠુ પરિણામ ગતરોજ ગુરૂવારના રોજ આવ્યું હતું. આ ઝઘડામાં એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે અન્ય એક વ્યક્તિ ઘાયલ થયો હતો. ત્યારે પોલીસ સમગ્ર ઘટનાની નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જે મામલે આજે પોલીસે (Jetpur Police) હત્યાના આરોપીની ધરપકડ કરી હોવાના અહેવાલ મળી રહ્યા છે.
ઘટનાની વિગત એવી છે કે જેતપુરના દેરડી ગામ ખાતે સાડીના ધોલાઈ ઘાટને લઈ મોણપર ગામના બે જૂથ વચ્ચે માથાકૂટ ચાલતી હતી. એક જ સમાજના બે જૂથ વચ્ચે ચાલતી આ માથાકૂટ આઠેક દિવસ પહેલા મોટા ઝઘડામાં ફેરવાઈ હતી. બાદમાં આ માથાકૂટનો ખાર રાખી હરીફ જૂથ બાઘુભાઈ ધાંધલ અને તેમના પુત્ર રવુભાઈ ધાંધલે કટુભાઈ ધાંધલ પર જીવલેણ હુમલો કર્યો હતો. કુહાડી અને ધારીયાના જેવા હથિયારો સાથે હુમલો થતા સામેના પક્ષેથી પણ ઘાતક પ્રતિકાર કરવામાં આવ્યો હતો. થોડીવાર માટે જાણે દેરડીમાં ધિંગાણુ ખેલાયું હોય તેવો માહોલ થઈ જતા ગામમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.
વધુ વાંચો : સાડીના ધોલાઈ ઘાટનો મામલો હત્યા સુધી પહોંચ્યો, જેતપુરના દેરડીમાં બે જૂથ વચ્ચે અથડામણ
આ હુમલાની ઘટનામાં કટુભાઈ ધાંધલ સહિત હરિફ જૂથના રવુભાઈને પણ માથાના ભાગે ઈજાઓ પહોંચી હતી. બંને પક્ષના ઘાયલ વ્યક્તિને તાત્કાલીક લોહી નિતરતી હાલતમાં સારવાર માટે જેતપુરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં કટુભાઈ ધાંધલને મૃત ઘોષિત કરવામાં આવ્યા હતા જ્યારે રવુભાઈને સારવાર હેઠળ રાખવામાં આવ્યા હતા. બંને પક્ષના પરિવારજનો અને સગા-સબંધીઓ જેતપુરની સિવિલ હોસ્પિટલ પહોંચતા મામલો બીચકે નહીં માટે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવો પડ્યો હતો અને મામલો કાબૂમાં લેવાયો હતો.
આ મામલે જેતપુર પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહીની શરૂઆત કરી ગુનો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. મૃતક કિશોરભાઈ ધાંધલના ભત્રીજાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે રવુભાઈ, બાઘુભાઈ, ભાવેશભાઈ, ભીખુભાઈ, પ્રકાશભાઈ અને દેવકુભાઈ કટુભાઈને મારવા માટે તેમના ઘરે આવ્યા હતા. પરંતુ આ હુમલામાં કુટભાઈ બચી જઈ તેમના વિરૂધ્ધ પોલીસ ફરિયાદ કરવા માટે જતા હતા ત્યારે રસ્તામાં જ તેમના પર રવુભાઈ અને બાઘુભાઈ પિતા-પુત્રએ XUV કારમાં ઘસી આવી હુમલો કર્યો હતો. આ હુમલામાં કટુભાઈનું મોત નિપજ્યું છે. આમ પોલીસે ફરિયાદના આધારે બાઘુભાઈ અને તેના પુત્ર રવુભાઈ સહિત અન્ય 4 લોકો સામે ગુનો નોંધી ધરપકડની તજવીજ હાથ ધરી આજરોજ આરોપી પિતા-પુત્રની ધરપકડ કરી કાર્યવાહી કરી છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








