નવજીવન ન્યૂઝ.રાજકોટઃ રાજકોટમાં વધુ એક યુવાને પોતાનું જીવન ટુંકાવી લીધાની ઘટના બની છે. રાજકોટના ગાયત્રીનગર વિસ્તારમાં રહેતા એક યુવકે પોતાની જ ઓફીસમાં ઝેરી દવા ગટગટાવી લીધી હતી. ઘટનાની માહિતી મળતા ભક્તિનગર પોલીસે હોસ્પિટલ દોડી આવી વધુ કાર્યવાહી હાથ ધરી હતી જેમાં પ્રારંભીક ધોરણે યુવકે ધંધો બરાબર ચાલતો ન હોઈ અંતિમ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે.
રાજકોટના 150 ફુટ રિંગરોડ પર આવેલી લક્ષ્મણઝુલા સોસાયટીમાં રહેતા વિવેક કમલેશભાઈ રોરઠિયા નામના 23 વર્ષનો યુવાન ગ્રાઈફક ડિઝાઈનિંગનું કામ કરતો હતો. તેમે પોતાની જ ઓફીસમાં ઝેરી દવા પી લીધી હતી. તેની તબીયત લથડી પડતાં તેને સારવાર માટે એક ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો હતો, જ્યાં સારવાર દરમિયાન હોસ્પિટલના બિછાને તેણે અંતિમ શ્વાસ લીધા હતા. પોલીસે આ ઘટનાની જાણ થતાં સ્થળ પર પહોંચી વધુ કાર્યવાહી આરંભી દીધી હતી. તેમની કાર્યવાહી દરમિયાન પોલીસને વિગતો મળી કે વિવેક અરપણિત હતો અને તે બે ભાઈઓમાં નાનો ભાઈ હતો. તેના મોટાભાઈ સાથે જ તે ડિઝાઈનીંગની ઓફીસ ચલાવતો હતો. જોકે લોકડાઉન પછી તેને આર્થીક ભીંસ અનુભવતો હતો. જોકે પોલીસને હજુ સુધી કોઈ અંતિમ ચિઠ્ઠી મળી નથી અને પોલીસની કાર્યવાહી હજુ પણ ચાલુ છે તેથી આગળની તપાસમાં અન્ય ત્થયો પર પણ તપાસ થશે.
આવી જ એક ઘટના શહેરના ગોંડલ રોડ પર આવેલા આંબેડકર નગરમાં બની છે જેમાં અહીં રહેતા 23 વર્ષીય યુવક રોહિત નાગજીભાઈ વેગાએ મોડી રાત્રે ઝેર પી લેતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો જોકે ટુંકી સારવાર બાદ તેનું મોત નિપજ્યું હતું. આ યુવકે તો રાત્રે ઝેરી દવા પીધા પહેલા પોતાના રહેણાંકના નજીકમાં રહેતા એક વ્યક્તિના લગ્નના સામૈયામાં ડાન્સ પણ કર્યો હતો અને પછી પરિજનોને કહ્યું કે પોતે દવા પીધી છે. જે પછી તેને હોસ્પિટલ લઈ ગયા પરંતુ ત્યાં તે બચી શક્યો ન્હોતો.
[આત્મહત્યા ક્યારેય કોઈ બાબતનું સમાધાન નથી. દરેક સ્થિતિ એક ગરમ દુધના ઉભરા સમાન હોય છે જે ચોક્કસ સમયે પાછી મૂળ સ્થિતિમાં આવે છે. જો તમારે મદદની જરૂર છે અથવા આપ એવા કોઈ વ્યક્તિને ઓળખો છો કે જેમને આવા કોઈ સંજોગોના કારણે મદદની જરૂર છે, તો તેવા સમયે નજીકના માનસિક સ્વાસ્થ્ય કેન્દ્ર પર જાઓ અથવા હેલ્પલાઈન નંબર- AASRA: 91-22-275-46-669 (24 કલાક ઉપલબ્ધ), Icall- 91-915-298-7821 (સોમવારથી શનિવાર સુધી સવારે 8થી રાત્રે 10 વાગ્યા સુધી ઉપલબ્ધ), NGO- 1800-209-4353 (બપોરે 12 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી ઉપલબ્ધ છે. તેમને ફોન કરી મદદ માગી શકો છો.]
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











