નવજીવન ન્યૂઝ. રાજકોટ: રાજકોટમાં પોલીસની સતર્કતાના કારણે એક ગંભીર બનાવ બનતા બચી ગયો છે. રાજકોટમાં મોડી રાત્રે ધાડ પાડવાના ઇરાદે સાથે એક ગેંગ હથિયાર સાથે આવી પહોંચી હતી. જોકે આ સમય દરમિયાન પોલીસ ઘટના સ્થળ પર પહોંચી જતાં ધાડપાડુ ગેંગ અને પોલીસ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. પોલીસે વળતો જવાબ આપ્યો આપ્યો હતો. આ ઘટનામાં એક PSI પણ ઇજાગ્રસ્ત થતાના અહેવાલ સામે આવ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટમાં અક્ષરમાર્ગ પર આવેલી ચિત્રકૂટ સોસાયટીમાં શેરી નંબર 2માં આવેલા રિધ્ધિ સિધ્ધિ નામના મકાનમાં ધાડપાડુ ગેંગ ત્રાટકી હતી. જોકે આ સમય દરમિયાન પેટ્રોલીંગ કરી રહેલી પોલીસ આવી જતાં ધાડપાડુ ગેંગ અને પોલીસ વચ્ચે ઝપાઝપી થઈ હતી. ધાડપાડું ગેંગએ પોલીસ પર હુમલો કરતાં પોલીસે પણ વળતો પ્રહાર કર્યો હતો. પોલીસ અને ગેંગ બંને વચ્ચે સામસામે ફાયરિંગ કરવામાં આવ્યું. ઉપરાંત ધાડપાડું ગેંગેએ પોલીસ પર પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો. પોલીસ ફાયરિંગમાં ગેંગના બે સભ્ય ઘાયલ થયા હતા. જે પૈકી ગેંગના એક સભ્યને કમરના ભાગે ગોળી વાગી હતી. ગેંગ સાથેની ઝપાઝપીમાં SOGના PSI પણ ઘાયલ થયા છે. ગેંગ દ્વારા પોલીસની બંદૂક પણ આંચકી લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. હાલ પોલીસે ધાડપાડુ ગેંગના 4 સભ્યોને દબોચી લીધા છે. આરોપીઓ પાસેથી દેશી બનાવટની પિસ્તોલ મળી આવી હતી.

ધાડપાડુ ગેંગે ચિત્રકૂટ સોસાયટીમાં આવેલા ઘરમાં ઘૂસીને ટેબલનો સહારો લઈને પહેલા માળે પહોંચવાનો પ્રયત્ન કર્યો હતો જેમાં તેમને સફળતા મળી હતી. જ્યારે આ દ્રશ્ય પોલીસ જોઈએ જતાં તેમને શંકાસ્પદ લાગતા પોલીસે પુછવાનું નક્કી કર્યું પરંતુ ધાડપાડું ગેંગે અણીદાર પથ્થરો પણ પોતાની સાથે લઈને આવ્યા હતા. જેના વડે પોલીસ પર પથ્થરોથી હુમલો કરી દીધો હતો. જેમાં પીએસઆઈ ખેર ઘાયલ થયા હતા. સમગ્ર બનાવ અંગે DCP ક્રાઇમના પાર્થરાજસિંહ ગોહિલએ જણાવ્યું હતું કે, ગઈકાલ રાત્રિના સમયે ચિત્રકૂટ સોસાયટી નજીક SOGની ટિમ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન એક મકાનની અંદર શંકાસ્પદ રીતેની હલચલ જોવા મળી હતી. તેમને પડકારતા ગેંગે દ્વારા ધાતક હથિયાર વડે પોલીસ પર હુમલો કરવા કરીને ઝપાઝપી કરવામાં આવી હતી. જેમાં પોલીસે વળતો જવાબ આપતા ફાયરિંગમાં ગેંગના બે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હતા. જેમને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ બનાવમાં SOGના PSI ડી.બી. ખેર ઈજાગ્રસ્ત થયા છે. સમગ્ર બાબતે પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.