Sunday, November 2, 2025
HomeGeneralલ્યો બોલો... નરેન્દ્ર મોદીએ જ ઉદ્ઘાટન કરેલી અમદાવાદની SVP હોસ્પિટલમાં માં કાર્ડ...

લ્યો બોલો… નરેન્દ્ર મોદીએ જ ઉદ્ઘાટન કરેલી અમદાવાદની SVP હોસ્પિટલમાં માં કાર્ડ અને PMJAY કાર્ડ ચલાવાતું નથી…

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદ રિવરફ્રન્ટ પર આવેલી SVP હોસ્પિટલ આમ તો સરકારી હોસ્પિટલ છે પણ સરકાર દ્વારા ગરીબોની મદદ માટે બહાર પાડવામાં આવેલા માં કાર્ડ અને PMJAY કાર્ડ આ હોસ્પિટલમાં જ ચલાવતા જ નથી, જ્યારે આમદવાદની મોટા ભાગની ખાનગી હોસ્પિટલ્સમાં પણ આ કાર્ડ ચાલે છે અને ગરીબોનું નિદાન થાય છે, પરંતુ એસવીપી હોસ્પિટલમાં જ આ કાર્ડ સ્વીકારવાની ના પાડે છે તો શું આ હોસ્પિટલ માત્ર ધનીકો માટેની જ હોસ્પિટલ છે? આ અંગે આજે શહેરના નાગરિકોએ અમદાવાદ મેયરને આ આવેદન આપ્યું હતું.



છેલ્લા ઘણા સમયથી આ હોસ્પિટલ વિવાદમાં રહી છે. ગરીબોની સહાય માટે સરકાર દ્વારા મા કાર્ડ અને PMJAY કાર્ડ બહાર પાડવામાં આવ્યા છે, આ કાર્ડની મદદથી ગરીબ દર્દીઓ સારી સુવિધા સાથે પોતાની સારવાર કરી શકે છે. આમદવાદની મોટા ભાગની ખાનગી હોસ્પિટલમાં આ બંને કાર્ડની સુવિધા આપવામાં આવે છે પરંતુ અર્ધસરકારી SVP હોસ્પિટલમાં જ આ સુવિધા આપવામાં આવતી નથી જેના કારણે દર્દીઓને હેરાન થવું પડી રહ્યું છે.

જ્યારે નાગરિકો મેયરને આવેદન આપવા પહોંચ્યા ત્યારે મેયરે જણાવ્યું હતું કે, “યોગ્ય સમયે આ મુદ્દે રજૂઆત કરીને કાર્ડની સેવા હોસ્પિટલમાં શરૂ કરવામાં આવશે.” મેયરના આવા નિવેદન બાદ ઘણા સવાલો ઊભા થાય છે. શું આ હોસ્પિટલ કોર્પોરેશન દ્વારા માત્ર ધનીકો માટે બનાવવામાં આવી છે? લોકોના હિત માટે જેમને ચૂંટીને મોકલ્યા એમને હવે લોકોના કામ કરવા માટે યોગ્ય સમયની રાહ જોવી પડશે?



આ મુદ્દે વિપક્ષ પણ ઘણી વાર રજૂઆત કરી ચૂકી છે. માત્ર વિપક્ષ જ નહીં પણ ભાજપના જ કેટલાક કોર્પોરેટર્સ ઈચ્છે છે કે SVP હોસ્પિટલમાં આ સુવિધા શરૂ કરવામાં આવે પણ હોસ્પિટલ તંત્ર દ્વારા આ અંગે કેમ કોઈ નિર્ણય લેવામાં આવી રહ્યો નથી તે હજુ જાણી શકયું નથી.

- Advertisement -


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

- Advertisement -

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



- Advertisement -


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular