Sunday, October 26, 2025
HomeGeneralપાટણના સિદ્ધપુરમાં સતત બીજા દિવસે પાણીની પાઇપલાઇનમાંથી માનવ શરીરના અવશેષો મળતા ચકચાર

પાટણના સિદ્ધપુરમાં સતત બીજા દિવસે પાણીની પાઇપલાઇનમાંથી માનવ શરીરના અવશેષો મળતા ચકચાર

- Advertisement -

નવજીવન ન્યૂઝ. પાટણ: પાટણના (Patan) સિદ્ધપુરમાંથી (Siddhpur)ગતરોજ ચોકાંવનારી ઘટના સામે આવી હતી. જેમાં પાણીની પાઈપ લાઈનમાંથી માનવ શરીરના અવશેષો (Human remains) મળી આવતા પોલીસે દોડતી થઈ હતી. સમ્રગ મામલે માનવ અવશેષોને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. જોકે અત્યાર સુધી આ બાબતે માનવ શરીરના અવશેષો છે કે પ્રાણીના તેનો રિપોર્ટ આવ્યો નથી. ત્યારે આજે સતત બીજા દિવસે પણ સિદ્ધપુરના વધુ એક વિસ્તારમાંથી માનવ શરીરના અવશેષો મળી આવતા ખળભળાટ મચી ગયો છે. ઘટનાને પગલે સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ કરી રહી છે.

આ પણ વાંચો : પાટણમાં પાણીની પાઈપ માંથી મળ્યો મૃતદેહ! કેવી રીતે મળ્યો મૃતદેહ જાણીને ચોંકી જશો

- Advertisement -

પ્રાપ્ત માહિતી અનુસાર, સિદ્ધપુરના લાલડોશી વિસ્તારમાં છેલ્લા 4 દિવસથી અપૂરતા પ્રશેરથી પાણી આવતું હોવાની ફરિયાદો ઉઠી હતી અને આજના દિવસે અચાનક પાણી બંધ થઈ જતા રહીશોએ નગરપાલિકાની ટીમને જાણ કરી હતી. ત્યાર બાદ ટીમે પાણીની લાઈનમાં ફોલ્ટ શોધવા માટે ખોદકામ હાથધર્યુ હતું અને ખોદાકામ બાદ પાણીની લાઈન ચેક કરતા અચાનક માનવ શરીરના અવશેષો નીકળવાની શરૂઆત થઈ હતી. ઘટનાને પગલે પાલિકાની ટીમ અને સ્થાનિકો પણ ચોકી ઉઠ્યા હતા. સમ્રગ મામલે સ્થાનિક પોલીસને જાણ કરતા સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. મૃતદેહના અલગ-અલગ ટુકડા બહાર કાઢી ફોરેન્સિક ટેસ્ટિંગ માટે મોકલી અપાયા છે.

આ અંગે સ્થાનિકોએ જણાવ્યું હતું કે, “છેલ્લા 4 દિવસથી વિસ્તારમાં પાણી ખૂબ જ ધીમા પ્રશેરથી આવતું હતું અને પાણીમાંથી દુર્ગધ આવતી. જોકે આજે પાણી આવ્યું જ ન હતું. જેને લઈ અમે નાગરપાલિકાને જાણ કરી હતી. નગરપાલિકાની ટીમ દ્ગારા તપાસ કરતા સમ્રગ ઘટના સામે આવી છે.”

સિદ્ધપુરમાં સતત બીજા દિવસે માવન શરીરના અવશેષો પાણીની પાઈપલાઈનમાંથી મળી આવતા સમ્રગ પંથકમાં ચકચાર મચી ગઈ છે. જોકે ગતરોજ ઉપલી શેરી વિસ્તારમાં પાણીની સમસ્યાના પગલે ખોદકામ કરી પાઈપલાઈન તપાસ કરતા માનવ શરીરના અવશેષો મળી આવ્યા હતા. જે ઘટના હજુ તાજી હતી ત્યારે આજે બીજા વિસ્તારમાંથી માનવ શરીરના અંગો મળી આવતા પોલીસે પણ આ મામલે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે અને તમામ અવશેષોને ફોરેન્સિક ટેસ્ટ માટે મોકલી આપ્યા છે.

- Advertisement -

TAG: Patan Latest news Today, Siddhpur News Live

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular