નવજીવન ન્યૂઝ. સુરતઃ પાર-તાપી-નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ અંગે આખરે સરકારને નમવાનો વારો આવ્યો છે. માત્ર બે મહિના પહેલા જ કેન્દ્રની ગુજરાતમાં 42 વર્ષ અગાઉ ભરૂચ,નર્મદા, વલસાડ જિલ્લા સહિતના આદિવાસી વિસ્તારોને વિજળી અને પાણી આપવા માટે સરકારની વિચારણા ચાલી રહી હતી અને આખરે મોદી સરકારે આ પ્રોજેકટને મંજૂરી આપી હતી. પરંતુ સ્થાનિક આદિવાસીએ પ્રોજેકટ અંગે ભારે વિરોધ કરતાં આખરે આ પ્રોજેકટને રદ્દ કરવાની ફરજ પડી છે. આજે રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે દમણ ગંગા-પાર-તાપી નર્મદા લિંક પ્રોજકેટ રદ કરવા અંગે પત્રકાર પરિષદને સંબોધીને જાહેરાત કરી હતી.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પ્રેસ મીડિયાને સંબોધન કરતા જણાવ્યું કે, કેન્દ્ર સરકારના આ વર્ષના બજેટમાં નાણામંત્રી નિર્મલા સિતારમણએ અનેક યોજનાઓ જાહેરાત કરી હતી આ પૈકી દમણ-ગંગા-પાર-તાપી નર્મદા લિંક યોજના જાહેર કરવામાં આવી હતી. આ યોજના આદિવાસી ભાઇ-બહેનોના હિતને ધ્યાનમાં રાખી આ યોજનાની જાહેરત કરવામાં આવી હતી. ઉપરોકત યોજના બાબતે આદિવાસી ભાઇ-બહેનોને કેટલાક લોકોએ ગેરસમજ ફેલાવી આ યોજના આદિવાસી ભાઇ-બહેનો ના હિતમાં નથી તેવો અપ્રચાર કર્યો હતો જેના કારણે આ યોજનાનો વિરોધ કરવામાં આવ્યો હતો. વડાપ્રધાન મોદીની કેન્દ્રની સરકાર અને રાજયમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સરકાર આદિવાસી ભાઇ-બહેનોના હિત માટે અનેક યોજનાઓ અમલમાં મુકે છે અને તેનો લાભ મોટા પ્રમાણમાં આદિવાસી ભાઇ-બહેનોને મળે તેવો પ્રયાસ પણ સરકાર દ્વારા કરવામાં આવે છે.
વધુમાં જણાવ્યું કે, આ યોજના અંગે આદિવાસી ભાઇ-બહેનોને કેટલાક લોકો દ્વારા ગેરમાર્ગે દોરવામાં આવ્યા હતા જેથી આ યોજના અંગે આદિવાસી ભાઇ-બહેનોએ નારાજગી દર્શાવી હતી. કેન્દ્ર સરકાર દ્વારા કોઇ પણ યોજના અમલમાં મુકવામાં આવે છે ત્યાર પછી યોજના જાહેર કરવામાં આવે છે ત્યાર બાદ સંબધિત રાજય સરકારની મંજૂરી પછી યોજનાનું કામ આગળ વઘે છે. આ યોજના માટે ગુજરાત સરકાર દ્વારા કોઇ પણ પ્રકારની મંજૂરી આપવામાં આવી નથી અને ગુજરાત સરકારનો નિર્ણય છે કે આ યોજના કોઇ પણ સંજોગોમાં આગળ વઘારવામાં નહી આવે. આ યોજના સંદર્ભે કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી અમિત શાહ, કેન્દ્રીય નાંણામંત્રી નિર્મલા સિતારમણ તથા રાજયના આદિવાસી વિભાગના મંત્રીઓ, ધારાસભ્યોઓ, સાંસદઓની બેઠકમાં આ યોજના રદ્દ કરવા અંગે સહમતી આપવામાં આવી છે. આદિવાસી ભાઇ-બહેનોની લાગણીને માન આપીને દમણ ગંગા-પાર-તાપી નર્મદા લિંક યોજનાને રદ કરવાનો નિર્ણય કરવામાં આવે છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











