Sunday, October 26, 2025
HomeGujaratપેપરલીક પર હાર્દિક પટેલના નિવેદન બાદ, શું તમને ભાજપ ગમે છે? વાળો...

પેપરલીક પર હાર્દિક પટેલના નિવેદન બાદ, શું તમને ભાજપ ગમે છે? વાળો વીડિયો વાયરલ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાત ATS દ્વારા જુનિયર ક્લાર્કની પરીક્ષાના (Junior Clerk Exam) કલાકો પહેલા જ પેપરલીકની (Paper Leak)માહિતી આપતા પરિક્ષા મોકૂફ રાખવામાં આવી હતી. વધુ એક પેપરલીક કાંડના કારણે રાજ્યના યુવાનોમાં રોષ જોવા મળ્યો હતો. ત્યારે ભાજપના હાર્દિક પટેલ (Hardik Patel) સરકારનો બચાવ કરતા જોવા મળ્યા હતા.

ગતરોજ તારીખ 29 જાન્યુઆરીના રોજ જુનિયર ક્લાર્કનું પેપર ફૂટી જતા સરકારની નિષ્ફળતા ઉજાગર થઈ હતી. જે બાદ ગામે-ગામ વિરોધ અને પ્રદર્શન કરતા યુવાનો સરકાર સામે રોષ ઠાલવતા જોવા મળ્યા હતા. એવામાં ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની કામગીરી પર પણ સવાલો પેદા થયા હતા. આ તમામ બાબતો વચ્ચે ભાજપના નેતા હાર્દિક પટેલનું એક ગુજરાતી મીડિયા મારફતે નિવેદન સામે આવ્યું છે. જેમાં એક સમયે પેપરલીક મામલે લલકાર અને ગજગ્રાહ કરી આંદોલનોમાં સામેલ થતા હાર્દિક સરકારના બચાવમાં જોવા મળ્યા હતા. તેમણે કહ્યું કે, ભાજપ સરકાર પેપરલીકને રોકવા માટે ઈમાનદારીથી કામ કરી રહી છે. સાથે જ પેપરલીક રોકવા માટે સરકાર કાયદો પણ બનાવવો પડે તો બનાવશે. હાર્દિકે જવાબદાર અધિકારીઓ વિરૂધ્ધ કાર્યવાહી માગણી પણ કરી હતી અને પેપરલીક કાંડને ઉજાગર કરનાર ગુજરાત એટીએસની કામગીરીના વખાણ કર્યા હતા.

- Advertisement -
આ પણ વાંચો: ગુજરાત ATSને દિવસો પહેલા જ પેપરલીકની ખબર હતી, આ રીતે પાર પડ્યું ઑપરેશન

ઉલ્લેખનીય છે કે, પાટીદાર અનામત આંદોલનથી કોંગ્રેસના રાજકારણમાં સામેલ થયેલા હાર્દિક પટેલ એક સમયે પેપરલીક મામલે સરકારને ઘેરતા આંદોલનમાં જોવા મળતા હતા. પરંતુ હવે ગત વિધાનસભા ચૂંટણી પહેલા હાર્દિકે પક્ષ પલટો કરી ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. અને તેઓ ભાજપના ધારાસભ્ય બન્યા છે. ત્યારે હવે તેઓ પણ સરકારમાં સામેલ હોય તેમણે આ મામલે સરકારનો બચાવ કરતા જોવા મળ્યા છે. આમ લાખો યુવાનોના પ્રશ્નો મામલે નેતાઓ પોતાના રાજકીય રોટલા શેકી લે છે પરંતુ યુવાનોની સ્થિતી ઠેરની ઠેર રહે તેવો ઘાટ જોવા મળ્યો છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular