નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: Odisha Train Accident: ઓડિશાના બાલાસોરમાં (Balasore) થયેલા ત્રિપલ ટ્રેન અકસ્માતમાં (Triple Train Accident) 288 કરતા વધારે લોકોના મોત થયા છે. જ્યારે ઈજાગ્રસ્તનો સંખ્યા 1100 કરતા વધારે છે. ત્યારે પ્રધાનમંત્રી મોદીએ મૃતકો માટે રૂપિયા 10 લાખ જ્યારે ઈજાગ્રસ્તો માટે રૂપિયા 2 લાખની સહાયની જાહેરાત કરી હતી. પરંતુ આ ગંભીર અકસ્માતના કારણને લઈ અનેક અસમંજસ અને સવાલો પેદા થઈ રહ્યા છે જેથી વિપક્ષ પણ સરકારને આડેહાથ લઈ રહ્યું છે. જેના પગલે આ મામલાની તપાસ હવે સી.બી.આઈ. (CBI) કરે તેવી ભલામણ રેલવે બોર્ડે (Railway Board) કરી છે.
બાલાસોર દુર્ઘટનાના કારણો અને ક્ષતીની તપાસને લઈ વિવાદ સર્જાયો છે. 288 જેટલા લોકોના મોત આ ટ્રેન અકસ્માતમાં થતા દેશભરમાં તેના પડઘા પડ્યા છે. ત્યારે કેન્દ્ર સરકાર પર આ અકસ્માતને લઈ વિપક્ષ પણ દબાણ સર્જી રહ્યું છે. જેના પગલે ગતરોજ આ ત્રીપલ ટ્રેન અકસ્માતની તપાસને લઈ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે મોટી જાહેરાત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ઘાયલોની સારવાર સારી મળી રહે માટે પ્રયાસો થઈ રહ્યા છે. સાથે જ તેમણે જણાવ્યું હતું કે, આ અકસ્માતની તપાસ સારી રીતે થાય માટે રેલવે બોર્ડે સી.બી.આઈ. તપાસ કરવામાં આવે તેવી ભલામણ કરવામાં આવી છે.
આમ હવે ઓડિશામાં થયેલા ત્રિપલ ટ્રેન અકસ્માતની તપાસ સી.બી.આઈ. દ્વારા કરવામાં આવે તેવી પ્રબળ શક્યતાઓ જણાય રહી છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








