Sunday, October 26, 2025
HomeGujaratGandhinagarકોરોનાથી ડરવાની નહીં પણ સાવચેતી અને સતર્કતા જરૂરીઃ આરોગ્યમંત્રી

કોરોનાથી ડરવાની નહીં પણ સાવચેતી અને સતર્કતા જરૂરીઃ આરોગ્યમંત્રી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ગાંધીનગરઃ Gujarat Corona Updates: દેશમાં છેલ્લા કેટલાક દિવસથી ફરી કોરોનાનો આંકડો સતત વધી રહ્યો છે. જેના કારણે વિદેશથી આવતા કેટલાંક દેશના યાત્રિકો માટે કેન્દ્ર સરકાર કેન્દ્ર સરકાર દ્વારા ગાઈડલાઈન (Covid Guidelines) પણ જાહેર કરવામાં આવી છે. ત્યારે સતત વધી રહેલા કોરોના કેસને (Corona Cases) લઈને રાજ્ય આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે (Health Minister Rushikesh Patel) કોરોનાથી હાલ ડરવાની જરૂર નથી પરંતુ સાવચેતી અને સતર્કતા રાખવાની અપીલ કરી છે.

દેશમાં વધી રહેલા કોરોના કેસ અંગે આજે ૭ મી એપ્રિલે કેન્દ્રિય આરોગ્યમંત્રી મનસુખ માંડવીયાએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી દેશના વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની સમીક્ષા કરી હતી. આ સમીક્ષા બેઠકમાં ગુજરાતના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે પણ ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સથી જોડાઈને રાજ્યમાં કોરોનાની સ્થિતિ અંગેનો ચિતાર રજૂ કર્યો હતો.

- Advertisement -

આ બેઠકમાં વિશ્વમાં કોરોનાના XBB 1.16 સહિતના વિવિધ સબ વેરિયન્ટની અસરોને પગલે વિસ્તૃત ચર્ચા હાથ ધરીને ભારતમાં તેની અસરો પર રીવ્યુ કરવામાં આવ્યો હતો. જેમાં પ્રાથમિક તારણમાં જાણવાં મળ્યું હતું કે, XBB 1.16 સ્વરૂપની ઘાતકતા દેશમાં ઓછી છે. આ વેરિયન્ટથી સંક્રમિત દર્દીઓમાં હોસ્પિટલમાં દાખલ થવાનો દર અને મૃત્યુદર નહિવત્ છે. પરંતુ કોમોર્બિડ, સિનિયર સિટીઝન અને કિડની, કેન્સર જેવી ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ બિમારી ધરાવતા દર્દીઓએ આ સંક્રમણથી તકેદારી અને સાવચેતી રાખવી જરુરી છે.

રાજ્ય આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આ બેઠકમાં થયેલી સમીક્ષામાં ગુજરાતમાં કોરોનાની સ્થિતિ અને આગામી આયોજન સંદર્ભે જણાવ્યું હતુ કે, ગુજરાત પ્રતિ મિલિયન કોરોના ટેસ્ટિંગમાં સમગ્ર દેશમાં અગ્રેસર છે. હાલ રાજ્યમાં પ્રતિદિન 20 થી 22 હજાર જેટલા કોરોના ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યા છે. તેમજ કોરોના સંક્રમિત દર્દીઓના જીનોમ સિક્વન્સીંગ પણ કરવામાં આવી રહ્યા છે. વહેલા નિદાન અને સમયસર સારવારને કારણે હોસ્પિટલાઈઝેશન દર ૩% કરતાં પણ ઓછો હોવાનું જણાવ્યું હતું.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ઉંમરલાયક વ્યક્તિઓ અને દર્દીઓએ જાહેર ભીડભાળવાળી જગ્યાએ ન જવું અને માસ્ક પહેરવું જોઈએ. ઉધરસ કે છીંક ખાતી વખતે મોં આગળ રૂમાલ રાખવો તેમજ વારંવાર હાથ ધોવા, સેનેટાઈઝરનો ઉપયોગ કરવો અને જાહેર સ્થળોએ થૂંકવું નહીં જેવી બાબતે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે રાજ્યની જનતાને અનુરોધ કર્યો હતો. સાથે જ કોરોનાથી હાલ ડરવાની નહીં પરંતુ સાવચેતી અને સતર્કતા જરૂરી હોવાનું જણાવ્યું હતું.

- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular