નવજીવન ન્યૂઝ.દિલ્હી: એક તરફ દેશમાં કોંગ્રેસ સહિત તમામ વિપક્ષી પાર્ટીઓ અદાણી મુદ્દે કેન્દ્ર સરકારને ઘેર્યુ છે, અને સંયુક્ત સંસદીય સમિતિ ( JCP)ની રચવા માગ કરી રહી છે. બીજી તરફ રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના (NCP) વડા શરદ પવારે JCP મુદ્દે પોતાનો પક્ષ રજૂ કર્યો છે. જેમાં તેમણે કોંગ્રેસથી અલગ રહેતા કહ્યુ કે આનાથી કોઇ વિશેષ ફાયદો નહી થાય મારી પાર્ટીએ પણ ( JCP) બનાવાની માગનું સમર્થન કર્યુ છે. પણ ( JCP) પર સત્તાધારી પક્ષનો કબ્જો હોવાથી આની કયારેક સત્યતા સામે નહી આવવા દે મારા મત મુજબ સુપ્રિમ કોર્ટના ન્યાયધીશોની પેનલ જો આ તપાસ કરે તો સત્યતા બહાર આવી શકે છે.
શરદ પવારે વધુમાં કહ્યુ કે આજકાલ દેશના ઉધોગપતિ ગૌતમ અદાણી અને મુકેશ અંબાણીનું નામ સરકારની નિંદા માટે ઉપયોગ કરાઈ રહ્યુ છે. એક જમાનો હતો જયારે વિરોધમાં ટાટા બિરલાનું નામ અમે લેતા હતા હવે નથી લેતા આજકાલ અદાણી, અંબાણીનુ નામ લેવાય છે. પરંતુ આ દેશના વિકાસમાં એમના યોગદાન વિશે પણ આપણે વિચારવું જોઇએ હુ માનું છે કે આપણા માટે અદાણી કરતા મોઘવારી, બેરોજગારી, અને ખેડૂતો મુદ્દો વધારે મહત્વનું છે.
હાલ શરદ પવારના આ નિવેદનથી રાજકીય બેડામાં ખળભળાટ મચી જવા પામ્યુ છે જેમાં 2024 પહેલા વિપક્ષની એકતાના ફાટા પડતા હોવાનું સામે આવ્યુ છે. તેમણે કહ્યુ કે આજે 2024 લોકસભાની ચૂંટણી અંગે વિપક્ષી એકતાને લઇ પાર્ટીઓની બેઠક મળી હતી જેમાં કેટલાક મુદ્દાઓ પર ચર્ચા કરાઈ હતી, અને મુદ્દાઓ પર અમારી સહમતિ ન હોવાથી અમે એ બાબતોને લઇ પોતાના વિચારો રજૂ કર્યા છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








