Tuesday, February 3, 2026
HomeGujaratSurat'મારી પ્રેમીકાની લાશ કબરમાંથી કાઢો, મર્ડર થયું છે': સુરતનો પટેલ યુવાન પહોંચ્યો...

‘મારી પ્રેમીકાની લાશ કબરમાંથી કાઢો, મર્ડર થયું છે’: સુરતનો પટેલ યુવાન પહોંચ્યો IPSની ઓફિસે પછી શું…

- Advertisement -

નવજીવન ન્યૂઝ. નવસારીઃ Navsari Crime News: નવસારીમાં એક યુવકના આક્ષેપના કારણે પાંચ દિવસ પહેલા થયેલા યુવતીના મૃત્યુની તપાસમાં નવસારી પોલીસ (Navsari Police) લાગી ગઈ છે. યુવકે તેની પ્રેમીકાની હત્યા થઈ હોવાનો આક્ષેપ કર્યો હતો. આ મામલે યુવકે સુરત સેન્જ આઈજીને (Surat Range IG) લેખીત અરજી કરતાં સમગ્ર મામલો બહાર આવ્યો હતો. યુવકે તેની પ્રેમીકાને મૃતદેહને (Lover Body) કબ્રસ્તાનમાંથી બહાર કાઢીને પોસ્ટમોર્ટમ કરાવાની માગ કરી છે. જોકે સમગ્ર મામલે યુવતીના પરિવારજનોનું કહેવું છે કે, તેણે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. ત્યારે હવે જોવાનું રહ્યું પ્રેમી સાચો છે કે પરિવાર?

પ્રાપ્ત વિગત અનુસાર, નવસારીમાં (Navsari) બ્રિજેશ બચુભાઈ પટેલ નામના યુવકે સુરતના રેન્જ આઈજીને લેખિતમાં ફરિયાદ કરી છે. જેમાં જણાવાયું છે કે, છેલ્લા બે વર્ષથી તે સાહિત્સા નામની યુવતી સાથે પ્રેમ સંબંધમાં હતો. ગત 20 એપ્રિલના રોજ તેની પ્રેમિકા સાહિત્સા શેખને શોધતા મહોમ્મદ શેખ, સાદિક મહોમ્મદ શેખ, સમજાન સિરાજ સિંધિ, સિદ્દીક મહોમ્મદ બ્રિજેશના ઘરેના આવ્યા હતા અને બ્રિજેશને ધમકી આપી હતી કે તુ જીવતો રહીશ કે પછી સાહિત્સા, તેમ કહીને ઘરની તલાસી લીધી હતી.

- Advertisement -

આ દરમિયાન બ્રિજેશની સાથે તેનો મિત્ર રાહુલ પણ જોડે હતો. બ્રિજશના મોબાઈલ પર તે સમયે સાહિત્સાનો ફોન આવ્યો હતો અને જણાવ્યું હતું કે, તે વલસાડમાં છે અને ત્યાં આવીને લઈ જા, જ્યારે સાહિત્સાનો ફોન આવ્યો ત્યારે તેને શોધવા આવેલા વ્યક્તિઓ પણ બ્રિજેશ સામે જ હતા. તે લોકોએ બ્રિજેશ અને સાહિસ્તાની તમામ વાતો સાંભળી લેતા બ્રિજેશ અને રાહુલને ધમકી આપી હતી કે, તમે બંને મોપેડ પર સાહિત્સાને લઈને આવો પછી રસ્તામાં કલવાડા તળાવ પાસે ઊભા રહેજો, ત્યાંથી સાહિત્સાને અમે ઘરે લઈ જઈશું અને તમારા લોકો સામે કોઈ પગલા નહીં લઈએ.

પ્લાન મુજબ બ્રિજેશ અને રાહુલ સાહિત્સાને લેવા જાય છે, ત્યાં તળાવ નજીક સાહિત્સાને શોધવા આવેલા લોકો પણ આવી પહોંચે અને સાહિત્સાને કારમાં બેસાડીને સાથે લઈ જાય છે. સાહિત્સાને જે દિવસે તેના ઘરે લઈ ગયા તે દિવસના સાંજના સમયે બ્રિજેશનો એક મિત્ર તેને મળ્યો હતો અને સાહિત્સાને જમીનમાં દાટી દીધી હોવાનું જણાવ્યું હતું. બીજા દિવસે સવારે જૈમીન બ્રિજેશના ઘરે ગયો ત્યારે સાહિત્સા વિશે કહ્યું કે, આ લોકોએ સાહિત્સાની હત્યા કરીને કલથાન ગામ પાસે દફનાવી દીધી છે. પ્રેમિકાની હત્યા થઈ હોવાનું જાણ થતાં જ યુવકના પગ નીચેથી ધરતી ખશી ગઈ હતી.

પ્રેમીકાની હત્યા થઈ હોવાની જાણકારી મળતા બ્રિજેશે કબ્રસ્તાનના કબરમાં રહેલી લાશને બહાર કાઢી તેનું પોસ્ટમોર્ટમ કરવાની માગ કરી છે. સાથે જ પાંચ આરોપીઓના નામ જોગ સુરત રેન્જ આઈજીને લેખિતમાં અરજી કરીને કાર્યવાહી કરવા માગ કરી છે. બ્રિજેશની ફરિયાદ બાદ યુવતીના પિતા સઈદ શેખનું નિવેદન સામે આવ્યું છે. તેના પિતાએ જણાવ્યું છે કે, સાહિત્સાએ ઘરમાં ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. સાહિત્સા પાસેથી એક સ્યુસાઈડ નોટ મળી આવી છે.

- Advertisement -

ઉલ્લેખનીય છે કે, સાહિત્સાએ સ્યુસાઈડ નોટ લખીને આત્મહત્યા કરી હોવા છતાં આ અંગેની જાણકારી પોલીસને કેમ કરવામાં આવી ન્હોતી તે એક મોટો સવાલ છે. ઉપરાંત સાહિત્સાના પોસ્ટમોર્ટમ કર્યા વગર જ કેમ તેની દફનવિધી કરી દેવામાં આવી? આવા અનેક સવાલોના કારણે સાહિત્યાનો પરિવાર શંકાના દાયરામાં આવી રહ્યો છે. બ્રિજેશે કરેલી અરજી બાદ નવસારી પોલીસે કાર્યવાહી શરૂ કરી છે અને સાહિત્સાના માતા-પિતાની પુછપરછ શરૂ કરી છે. સાથે જ એસડીએમ કલથાન દ્વારા કબ્રસ્તાનમાં તપાસ શરૂ કરવામાં આવી છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular