Sunday, October 26, 2025
HomeGujaratSurendranagarનવજીવન ન્યૂઝ ઈમ્પેક્ટ! સુરેન્દ્રનગરમાં સૌ પ્રથમ વખત રાત્રિના ખનીજ માફિયા પર કાર્યવાહી

નવજીવન ન્યૂઝ ઈમ્પેક્ટ! સુરેન્દ્રનગરમાં સૌ પ્રથમ વખત રાત્રિના ખનીજ માફિયા પર કાર્યવાહી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગરમાં (Surendranagar) ગેરકાયદેસર કોલસાની ખનીજ ચોરી બેફામ બની છે. જેના પગલે નવજીવન ન્યૂઝ (Navajivan News) દ્વારા સતત અહેવાલો પ્રસિધ્ધ કરી ખનીજ માફિયાને (Mining Mafia) બેનકાબ કરી તંત્રને ઢંઢોળવામાં આવી રહ્યું છે. ત્યારે સૌ પ્રથમ વખત ખનીજ વિભાગે મધ્યરાત્રિના દરોડા કરી કોલસાની ખનીજ ચોરી ઝડપી લીધી છે.

મળતી વિગતો અનુસાર સુરેન્દ્રનગરના મૂળી અને થાનગઢમાં ગતરોજ મોડી રાત્રિના સુમારે ખનીજ વિભાગ દ્વારા ચેકિંગ અને દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં મૂળી તાલુકામાં ચાલતી ગેરકાયદેસર કોલસાની ખાણ પર દરોડો કરવામાં આવ્યો હતો. જેમાં ખનીજ વિભાગને હાથ સફળતા સાંપડી હતી અને ખાખરાળા ગામ ખાતેથી કોલસાની ખનીજ ચોરી કરતા બે ટ્રેક્ટર અને ત્રણ ચરખી મશીન ઝડપાયા હતા.

- Advertisement -

સાથે જ ખનીજ વિભાગે થાનગઢ જી.આઈ.ડી.સી. વિસ્તારમાં ચેકિંગ હાથ ધરતા ફાયરક્લેની ચોરી કરતા ટાટા કંપનીના એક્સેવેટર મશીન અને ડમ્પર હાથ લાગ્યા હતા. આ વાહનો મારફતે જમીનમાં ખાડા કરી ખનીજ ચોરી કરી સંગ્રહ કરવામાં આવતો હતો. આ પ્રકારે થાનગઢના ખાખરાળી ચોકડી નજીકથી કાર્બોસેલના ક્રશર પ્લાન્ટ અને ગેરકાયદેસર કાર્બોસેલ ભરેલા 2 ટ્રેલર પણ ઝડપાયા હતા.

આમ મોડા-મોડા જાગેલા ખનીજ વિભાગને હાથ એક રાત્રિમાં જ રૂપિયા 2 કરોડનો મુદ્દામાલ હાથ લાગ્યો હતો. આ તમામ મુદ્દામાલ ખનીજ વિભાગે કબ્જે કરી સ્થાનિક પોલીસ સ્ટેશનને જમા કરાવ્યા છે. હવે જોવું રહ્યું કે આ ખનીજ માફિયાઓ પર અંકુશ લાવવા ખનીજ વિભાગ સતત કાર્યરત રહે છે કે પછી માત્ર નાની-મોટી કાર્યવાહી કરી ફરીથી ખનીજ માફિયાઓને છુટ્ટો દોર આપવામાં આવે છે.

ખનીજ વિભાગે રાત્રિના દોઢ વાગ્યાના અરસામાં ખાખરાળા નજીક દરોડો કરી સ્થળ પરથી બે ટ્રેક્ટર અને ત્રણ ચરખી મશીન ઝડપી લીધા હતા.

- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -
 



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular