Sunday, October 26, 2025
HomeGeneralગુજરાતમાં બહેન-દીકરીઓ કેટલી સલામત...!, ટ્રેનમાં પોલીસ કર્મીઓએ યુવતીની વારંવાર છેડતી કરી

ગુજરાતમાં બહેન-દીકરીઓ કેટલી સલામત…!, ટ્રેનમાં પોલીસ કર્મીઓએ યુવતીની વારંવાર છેડતી કરી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. નડિયાદ: મહિલા સુરક્ષાની જ્યારે પણ કોઈ વાત આવે છે ત્યારે ગુજરાત મોડલને આગળ ધરીને વાહ વાહ કરવામાં આવતી હોય છે. પરંતુ આ કિસ્સો સાંભળીયા પછી તમે પણ વિચરશો કે શું ગુજરાતમાં ખરેખર મહિલાઓ સુરક્ષિત છે ખરા.? રાજયમાં રોજબરોજ મહિલા સામેના અત્યાચારો અને સુરક્ષાને લગતી ફરિયાદો પોલીસ ચોપડે નોંધતી હોય છે. ત્યારે આજે પોલીસકર્મી વિરુદ્ધ યુવતીએ છેતડીની ફરિયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામી છે.



માહિતી અનુસાર, ડાકોરના ઠાસરામાં રહેતી યુવતી ગત જાન્યુઆરી માહિનામાં વૈષ્ણોદેવી અને હરિદ્વાર દર્શન કરવા માટે ટુરમાં ગઈ હતી. આ ટુર માટેની ટ્રેન ગોધરાથી કટાર સુધીની હતી. જ્યારે મહિલા ગોધરા રેલવે સ્ટેશન પહોંચી હતી તે દરમિયાન ચા પીવા માટે સ્ટોલ પર ગઈ ગઈ ત્યારે બે વ્યક્તિઓએ યુવતીને ઇશારા કરીને ચેનચાળા કરતાં હતા. ટ્રેનમાં મુસાફરી કરતી વખતે જ્યાં પણ ટ્રેન ઊભી રહેતી ત્યારે આ બંને વ્યક્તિઓ ખરાબ કોમેન્ટ કરતાં હતા. ટુર દરમિયાન પણ યુવતીને ખરાબ ઇશારા કરતાં યુવતી કંટાડી ગઈ હતી અને આખરે આ વાત આયોજકને કરી હતી.

આયોજકે બંને વ્યક્તિઓને બોલાવી આવું નહીં કરવાનું કહીને યુવતીની માફી મગાવી હતી. જ્યારે યુવતી ફરત ફરી રહી હતી ત્યારે ગોધરા રેલવે સ્ટેશન પણ આ વ્યક્તિઓ દ્વારા યુવતીને જોઈને ઇશારાઓ કરીને હેરાન કરતાં હતા. સમગ્ર બાબતે યુવતી પોલીસકર્મીઓ વિરુદ્ધ ફરિયાદ કરવા માટે પોલીસ સ્ટેશન પહોંચી હતી ત્યારે તેની ફરિયાદ લેવામાં આવી ન હોવાનો આક્ષેપ યુવતી દ્વારા કરવામાં આવ્યો હતો. યુવતીએ વારંવાર રજૂઆત કરવા છતાં પોલીસે 5 મહિના સુધી ફરિયાદ દાખલ કરી ન હોવાનું પણ જણાવાયું હતું. જાન્યુઆરી મહિનાથી ધક્કા ખાવા છતાં રેલવે પોલીસ ફરિયાદ ન નોંધાતા અંતે કંટાળી ગયેલી યુવતીએ પોલીસ સ્ટેશન સામે જ ભૂખ હડતાળની ચીમકી આપતા અંતે પાંચ મહિનાના સમય બાદ ગોધરા પોલીસ સ્ટેશનમાં સેવાલિયા પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ વિજય લક્ષ્મણભાઇ વાઘેલા અને ધીંમતસિંહ બળવંતસિંહ વાઘેલા વિરૂધ્ધ ફરિયાદફરિયાદ નોંધવામાં આવી હતી.


- Advertisement -




સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

- Advertisement -

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular