Sunday, October 26, 2025
HomeGujaratઆ વર્ષે RTE માં 82 હજારથી વધુ બેઠક પર પ્રવેશ આપશે ;...

આ વર્ષે RTE માં 82 હજારથી વધુ બેઠક પર પ્રવેશ આપશે ; ગત વર્ષની સરખામણીમાં 11 હાજર વધુ બેઠકો

- Advertisement -

તોફીક ઘાંચી (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): દેશમાં વધી રહેલા ખાનગીકરણના કારણે હાલ ગુજરાતમાં ખાનગી શાળાઓમાં તોતિંગ ફી વસૂલવામાં આવે છે, આવી ખાનગી શાળાઓમાં સામાન્ય અને ગરીબ પરિવારમાંથી આવતા બાળકો પણ ઉચ્ચ ગુણવત્તાનું શિક્ષણ મેળવી શકે તે માટે RTE-2009 (Right To Education) નામનો એક કાયદો અમલમાં છે. આ કાયદા અંતર્ગત ગુજરાતની કોઈ પણ ખાનગી શાળામાં કેટલીક બેઠકો ઉપર ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને વિનામુલ્યે ભણાવવા માટેની જોગવાઈ કરવામાં આવી છે.

આ પણ વાંચો: 	અમદાવાદ: વિદ્યાર્થીએ RTEમાં એડમિશન લીધું હોવાને કારણે વોશરૂમ જવા દેવામાં આવતો નથી, પિતાનો આક્ષેપ

નવા શિક્ષણિક વર્ષ માટે હવે RTE અંતર્ગત એડમિશન લેવા માગતા બાળકો માટે ફોર્મ ભરવાની શરૂઆત કરવામાં આવશે. આગામી 10 એપ્રિલથી ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી માધ્યમમાં ધોરણ 1માં એડમિશન લેવા માટે ફૂર્મ ભરવાની શરૂઆત થશે. આ વર્ષે ગુજરાતમાં 82500 જેટલી બેઠકો પર બાળકોને RTE અંતર્ગત એડમિશન આપવામાં આવશે. ગતવર્ષની સરખામણીમાં આ વર્ષે 11000 બેઠકોનો ઉમેરો કરવામાં આવ્યો છે.

- Advertisement -

RTE એક્ટ હેઠળ ખાનગી શાળાઓમાં 25 ટકા ગરીબ અને વંચિત વર્ગના બાળકોને અનામત બેઠકો પર વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવે છે, તેમજ વર્ષનાં અંતમાં 3000 હજારની રકમ સ્કૂલબેગ, ચોપડા, બુટ માટે પણ ખાતામાં સરકાર દ્વારા જમા કરવામાં આવે છે. RTE માં આ વર્ષે રાજ્યની 9855 જેટલી શાળાઓની 82500 બેઠકો પર ધોરણ 1માં પ્રવેશ ફાળવવામાં આવશે, ગત વર્ષે એટલે કે 2022માં RTE અંતર્ગત કુલ 71,396 બેઠકો પર પ્રવેશની કાર્યવાહી કરવામાં આવી હતી. જ્યારે આ વર્ષે 82,500 બેઠકો પર પ્રવેશ મળશે. ગત વર્ષે 71 હજાર બેઠકો માટે બે લાખથી વધુ ફોર્મ ભરાયા હતા, ત્યારબાદ ફોર્મ ચકાસણીની પ્રકિયાનાં અંતે 1,76,414 જેટલી અરજી માન્ય રહી હતી. આ વર્ષ ઓનલાઇન અરજી દ્વારા 10 થી 22 એપ્રિલ સુધી ફોર્મ ભરી શકાશે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular