નવજીવન ન્યૂઝ. મોરબીઃ Morbi News: રાજ્યમાં અનેક વખત બેફામ હંકારતા ખાનગી બસના અકસ્માતના (Accident) બનાવો સામે આવ્યા છે. ત્યારે મોરબીમાં (Morbi) વધુ એક બનાવ સામે આવ્યો છે. જ્યાં વહેલી સવારે એક ખાનગી બસે એક રીક્ષાને અડફેટમાં (Private Bus and Rickshaw Accident) લીધી હતી. જેના કારણે રીક્ષા પલ્ટી મારી ગઈ જેમાં સવાર તમામ ઈજાગ્રસ્ત થયા હતા. આ અકસ્માત સર્જાયા બાદ લકઝરી ચાલક ફરાર થઈ ગયો હતો. સમગ્ર મામલે રીક્ષામાં સવાર મહિલાએ પોલીસમાં ફરિયાદ કરતાં મોરબી એ ડિવિઝન પોલીસે (Morbi Police)તપાસ શરૂ કરી છે.
પ્રાપ્ત વિગત અનુસાર, મોરબીમાં વાંરાનેર દરવાજા બાળમંદિર પાસે રહેતા અલ્લારખુશા નુરશા શાહમદાર પ્રસંગમાં રસોઈ બનાવવાનું કેટરર્સનું કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. ગઈકાલે નુરશા વહેલી સવારે પાંચ વાગ્યે રીક્ષામાં અન્ય ચાર મહિલા સાથે જેતપર ગામે પ્રસંગમાં રસોઈકામ કરવા માટે નીકળ્યા હતા. આ દરમિયાન મોરબી શાનાળા રોડ રામચોક ચોકડી પાસે આવતા ગાંધી ચોક તરફથી ગણેશ ટ્રાવેલ્સની એક લકઝરી બસ પુરપાટ ઝડપે આવતા રીક્ષાને અડફેટમાં લીધી હતી.
લકઝરી બસે રીક્ષાને અડફેટમાં લેતા રીક્ષા પલ્ટી મારી જતાં રીક્ષામાં બેસેલી તમામ મહિલાઓ ઈજાગ્રસ્ત થઈ હતી. મહિલાઓ ઈજાગ્રસ્ત થતાં તમામને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. સમગ્ર બનાવ અંગેનો એક સીસીટીવ ફુટેજ સામે આવ્યો છે. હાલ રીક્ષામાં સવાર મહિલાની ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








