Sunday, October 26, 2025
HomeGujaratAhmedabadઅમદાવાદની ચોરીનો ભેદ મહેસાણા પોલીસે ઉકેલ્યો, ત્રણ આરોપીઓ લાખોના દાગીના સાથે ઝડપાયા

અમદાવાદની ચોરીનો ભેદ મહેસાણા પોલીસે ઉકેલ્યો, ત્રણ આરોપીઓ લાખોના દાગીના સાથે ઝડપાયા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. મહેસાણા: Mehsana News : ગુજરાતમાં ચોર અને ગુનેગારો બેફામ બન્યા છે, તેમને જાણે પોલીસનો કોઈ ડર જ ન હોય તેમ ગુનાહિત પ્રવૃત્તિઓને અંજામ આપે છે. તાજેતરમાં અમદાવાદનાં (Ahmedabad) પાલડી વિસ્તારથી ઉજાલા જય રહેલી એક મહિલાને રિક્ષામાં કેટલાક વ્યક્તિઓએ લૂંટી લીધી હતી અને મહિલા પાસેથી લાખો રૂપિયાના દાગીના પડાવી લીધા હતા. આ ઘટના બાદ આરોપીઓ ફરાર થઈ ગયા હતા, હવે આજે મહેસાણા પોલીસ (Mehsana Police) દ્વારા આ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે.

મહેસાણા પોલીસ જ્યારે પેટ્રોલિંગમા હતી તે દરમિયાન પોલીસ કોન્સટેબલ અજયસિંહ બાદરજીને બાતમી મળી હતી કે, કેટલાક વ્યક્તિઓ દૂધસાગર ડેરીના ખૂણા પર સામોસણ બ્રિજના છેડે એક નંબર પ્લેટ વગરની રિક્ષામાં શંકાસ્પદ રીતે બેઠા છે. પોલીસે આ બાતમીના આધારે તપાસ કરતાં ત્રણ વ્યક્તિઓ મળી આવ્યા હતા, જેમની પાસે સોનાના દાગીના મળી આવ્યા હતા. પોલીસે પૂછપરછ કરી તો આ ત્રણ વ્યક્તિઓ પોલીસને જવાબ આપી શક્ય ન હતા. જેના કારણે પોલીસને તેમની પર વધારે શંકા જતાં સઘન પૂછપરછ શરૂ કરી હતી.

- Advertisement -

પોલીસ પૂછપરછમાં આરોપી મહમદઆશીફ અંસારી, સૈફઅલી શેખ અને અબ્દુલ અરબે સ્વીકાર્યું હતું કે, તેમની પાસે જે દાગીના છે તે ચોરીના છે. અમદાવાદમા પલાડીથી ઉજાલા જતી વખતે એક મહિલાને લૂંટીને તેમણે અંદાજિત 3 લાખથી વધારે કિંમતના દાગીના પડાવી લીધા હતા. આ ઉપરાંત પણ ત્રણેય આરોપીઓ સામે ગુજરાતનાં અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદો નોંધાઈ ચૂકી છે. હાલ મહેસાણા પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular