Sunday, October 26, 2025
HomeGeneralમેઘરજઃ ટોળું પોલીસને ફરી વળ્યું, 'અમારું વાહન કેમ ચેક કરો છો' કહી...

મેઘરજઃ ટોળું પોલીસને ફરી વળ્યું, ‘અમારું વાહન કેમ ચેક કરો છો’ કહી 13 શખ્સોનો સુરક્ષાકર્મીઓ પર હુમલો

- Advertisement -

નવજીવન ન્યૂઝ.અરવલ્લીઃ ગુજરાતમાં પોલીસ જ સુરક્ષિત નથી તો સામાન્ય માણસની શું વાત કરવી. પોલીસ પર હુમલો કરવાની ઘટનાઓ સતત બની રહી છે. ગુજરાતમાં ખાખી વર્દીનો ખોફ ધીરેધીરે ઓસરી રહ્યો હોય તેમ સતત પોલીસકર્મીઓ પર અસામાજિક તત્વો હુમલો કરી રહ્યા છે. અરવલ્લી જિલ્લાની રાજસ્થાન રાજ્યને અડીને આવેલી આંતરરાજ્ય સરહદ કાલીયકુવા પર ફરજ બજાવતા મેઘરજ પોલીસ સ્ટેશનના ત્રણ સુરક્ષા જવાનો પર અમારા વાહનો કેમ ચેકીંગ કરો છો તેમ જણાવી ટોળાએ ધારિયું, પાઇપ અને લાકડીઓ વડે ઘાતક હુમલો કરતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ પ્રવર્તી રહ્યો છે. ટોળાએ હુમલો કરતા સુરક્ષા જવાનો ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે દવાખાને ખસેડાયા હતા. મેઘરજ પોલીસે ૧૩ શખ્સો સામે મારામારી અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.



ધુળેટીના દિવસે કાલીયાકુવા બોર્ડર પર મેઘરજ પોલીસ સ્ટેશનના પોલીસકર્મી હિતેન્દ્ર મેહરીયા બે ગ્રામ રક્ષક દળના જવાનો સાથે ફરજ દરમિયાન વાહનોનું ચેકીંગ હાથ ધર્યું હતું. રાજસ્થાન તરફથી બાઈક પર આવતા કાલીયાકુવાના મુકેશ કેશા ડામોર અને મહેશ ખેમા ડામોર નામના શખ્સોએ તમને કોને વાહનો ચેક કરવા કહ્યું છે અને કેમ તમે વાહનો ચેક કરો છો કહી અપશબ્દો બોલી ગાળાગાળી કરી જતા રહ્યા પછી થોડીવારમાં બાઈકો લઈ ૧૩ શખ્સો મારક હથિયારો સાથે ધસી આવી પોલીસ જવાન અને સુરક્ષાકર્મીઓ પર તૂટી પડ્યા હતા. મહેશ ખેમા ડામોરે જી.આર.ડી મંગાભાઇ રત્નાભાઇ ડામોરના માથાના ભાગે ઘા ઝીંકી દેતા નીચે ફસડાઈ પડતા પોલીસ જવાન બચાવવા વચ્ચે પડતા શૈલેષ કેશા ડામોરે લોખંડની પાઇપ માથાના પાછળના ભાગે મારી દઈ ગડદાપાટુનો માર મારી ફરાર થઇ જગયા હતા. પોલીસે મેઘરજ પોલીસને જાણ કરતા તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડી ૧૩ શખ્સો સામે ફરિયાદ નોંધી ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા હતા.

પોલીસ પર હુમલો કરવાના કેસમાં આરોપીઓના નામ

- Advertisement -

૧) મુકેશ કેશા ડામોર
૨) મહેશ ખેમા ડામોર
૩) શૈલેષ કેશા ડામોર
૪) કેશા જવા ડામોર
૫) રમેશ અમરા ડામોર
૬) નવા અમરા ડામોર
૭) નરસિંહ હર્ષદ ડામોર
૮) હિતેશ હર્ષદ ડામોર
૯) ભાથી હજુર ડામોર
૧૦) કાળુ હજુરભાઇ ડામોર
૧૧) સુરમા શના ડામોર
૧૨) લાલા સોમા ડામોર
૧૩) રાજેશ ચંદુ ડામોર (તમામ રહે, કાલીયાકુવા-મેઘરજ, જીલ્લો અરવલ્લી)


- Advertisement -





- Advertisement -


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular