નવજીવન ન્યૂઝ.નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર દ્વારા છેલ્લા ઘણા સમયથી પેટ્રોલ ડીઝલના ભાવને લઈને ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી રહી હતી પરંતુ રોજ બરોજ ભાવ ધનાધન ઉપર જ જતા હતા. અહીં સુધી કે વડાપ્રધાને કેટલાક રાજ્યોને ડ્યૂટી ઘટાડી ઈંધણના ભાવ ઘટાડવાની સલાહ આપી હતી. જોકે જેમ રોજ બરોજ મોંઘવારી વધતી જાય છે તેને કાબુમાં કરવા કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડવાનો નિર્ણય કર્યો અને એક્સાઈઝ ડ્યૂટી ઘટાડી છે.
કેન્દ્ર સરકારે એક્સાઈઝ ડ્યૂટીમાં કરેલા ઘટાડાને પગલે પેટ્રોલના ભાવમાં 9.50 રૂપિયા અને ડીઝલના ભાવમાં 7 રૂપિયા પ્રતિ લીટર ઘટાડો થયો છે. જોકે કેટલાક રાજકીય પંડીતો આ ઘટાડાને નજીકના સમયમાં કેટલાક રાજ્યોમાં આવી રહેલી ચૂંટણીને માની રહ્યા છે, પરંતુ હાલની વાત કરીએ તો જનતા માટે આ એક મોટી રાહત આપનારો નિર્ણય છે.
શનિવારે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી છે. તેમણે ટ્વીટ કર્યું, “અમે પેટ્રોલ પર ₹8 પ્રતિ લિટર અને ડીઝલ પર ₹6 પ્રતિ લિટર સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યૂટી ઘટાડી રહ્યા છીએ. આનાથી પેટ્રોલના ભાવમાં 9.5 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલના ભાવમાં 7 રૂપિયા પ્રતિ લિટરનો ઘટાડો થશે. તેનાથી આવક થશે. વાર્ષિક આશરે ₹1 લાખ કરોડની અસર.”
તે જ સમયે, ઘરેલુ ગેસ અંગે, તેમણે કહ્યું, “આ વર્ષે પણ અમે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના 9 કરોડથી વધુ લાભાર્થીઓને ગેસ સિલિન્ડર દીઠ (12 સિલિન્ડર સુધી) ₹ 200 ની સબસિડી આપીશું. આ અમારી માતાઓને મદદ કરશે. અને બહેનો. આનાથી વાર્ષિક આશરે ₹6100 કરોડની આવકને અસર થશે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











