Sunday, November 2, 2025
HomeGeneralકચ્છઃ મંદિરે દર્શન કરવા જતાં માજી અડધા ડુંગરે બેભાન થયા, મહિલા પોલીસ...

કચ્છઃ મંદિરે દર્શન કરવા જતાં માજી અડધા ડુંગરે બેભાન થયા, મહિલા પોલીસ ખભા પર બેસાડી રણ પાર કરાવ્યુ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ભુજઃ: ગુજરાતમાં ઘણીવાર પોલીસની માનવતા ભર્યુ ઉમદાકામથી તેમને સેલ્યુટ આપવાનું મન થઈ જતુ હોય છે. પોલીસકર્મીને તેમના ફરજનો ભાગ ન હોવા છતા માનવતાના ઘોરણે એવી મદદે આવતા હોય છે. જેનાથી કોઈની જીંદગી પણ બચી જતી હોય છે. ત્યારે ભુજમાં પણ આવી જ એક ઘટના સામે આવી છે.



માહિતી અનુસાર, ઘોળાલાવીરથી 10 કિ.મી. દુર આવેલા નવા ભંજડા દાદાના મંદિરે મોરારી બાપુની રામકથા યોજાઈ હતી. આ મંદિરથી 5 કિ.મી દૂર સફેદ રણમાં એક મોટો ડુંગર આવેલો છે. આ ડુંગર ઉપર જૂના ભંજડા દાદાનુ મંદિર છે. બાપુની રામકથા સાંભળવા અનેક લોકો ડુંગર પર આવેલા જૂના ભંજડા દાદાના દર્શન કરવા જતાં હોય છે. બાપુની રામકથા સાંભળવા આવેલા એક 86 વર્ષના વૃદ્ધા માજીને પણ ડુંગર ઉપર બેઠેલા જૂના ભંજડા દાદાના દર્શન કરવાની ઈચ્છા થઈ હતી. તેમનો હોસલો બુલંદ હતો પણ શરીર નહિ.

86 વર્ષના વૃદ્ધા માજીએ મન મકમ કરીને ડુંગર ચડવાની શરુઆત કરી પણ માજીના હોંસલાથી વઘુ ઉચો ડુંગર હતો. માજી ડુંગર ચડી રહ્યા હતાને અચાનક અડધા ડુંગરે તેઓને ચક્કર આવતા પડી ગયા હતા. આસપાસનો રણ વિસ્તાર હોવાથી ત્યાં પીવાનું પાણી પણ ન હતું. જેથી માજી બેભાન થઈ ગયા. મોરારી બાપુની રામકથા યોજાવાની હોવાથી પોલીસ બંદોબસ્તમાં હાજર હતો. માજી બેભાન હાલતમાં પડયાં હોવાની જાણ રાપર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા પોલીસ કર્મચારી વર્ષાબેન માજીવાભાઈ પરમારને થતા તેઓ તરત પાણી લઈને 5 કિ.મી સુઘી દોડીને માજીને મદદ કરવા ત્યાં પહોંચી ગયા.



મહિલા પોલીસકર્મી અડધા ડુંગરે પહોંચ્યા ત્યારે એક માજી બેભાન અવસ્થામાં દેખાયા હતા. જેથી મહિલા પોલીસકર્મીએ માજીને મોઢા પર પાણી છાંટીને ભાનમાં લાવી પાણી પીવડાવ્યુ. માજી ચાલી શકે તેવી પરિસ્થીતી ન હોવાથી તેઓ કથા સ્થળ પર માજીને 5 કિ.મી સુધી પોતાના ખભા પર ઉંચકીને લઈ આવ્યા હતા. જે રણમાં ચાલતી વખતે પોતાના શરીરનો પણ વજન લાગતો હોય તેવા રણમાં મહિલા પોલીસકર્મી માજીને ખભા પર બેસાડીને લઈને આવ્યા.

- Advertisement -




- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

- Advertisement -

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular