નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાતમાં વિધાન સભાની ચૂંટણી નજીક આવતા રાજકારણમાં ઉથલપાથલ શરૂ થઈ છે. બીજી બાજુ રાજકીયપક્ષોએ તોડજોડની પ્રક્રિયા શરૂ કરી છે. તેવામાં નરેશ પટેલ દિલ્લી કોંગ્રેસ દરબારમાં પહોંચ્યા છે. છેલ્લા કેટલાક સમયથી નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાશે તેવી ચર્ચા ચાલી રહી હતી. નરેશ પટેલ આખરે કોંગ્રેસમાં જોડાવા અંગે ટૂંક સમયમાં જાહેરાત થઈ શકે છે.
કોંગ્રેસમાં બહુ જ જલ્દી નવાજૂની થવાના એંધાણ દેખાઈ રહ્યાં છે. ખોડલધામના ચેરમેન નરેશ પટેલ દિલ્હી પહોંચ્યા છે અને ટુંક સમયમાં જ કોંગ્રેસમાં જોડાઈ તેવી પૂર્ણ શક્યતાઓ સેવાઇ રહી છે. નરેશ પટેલ કોંગ્રેસ હાઈકમાન્ડ સાથે આજે ફાઈનલ બેઠક કરશે. આ મિટિંગમાં પ્રશાંત કિશોર પણ હાજર રહેશે તેવી શક્યતા છે. નરેશ પટેલ અને પ્રશાંત કિશોરને કોંગ્રેસમાં મોટુ પદ પણ આપવામા આવી શકે છે.
પાંચ રાજ્યોમાં હાર બાદ હવે ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરને કોંગ્રેસમાં સામેલ કરવાની પૂર્ણ તૈયારીઓ થઇ ચૂકી છે. ત્યારે આગામી સમયમાં આવી રહેલી ગુજરાત વિધાનસભાને લઈને કોંગ્રેસમાં આ બે દિગ્ગજ નેતાઓ આવે તો ઘણો મોટો ફેર કોંગ્રેસને પડી શકે છે. ગુજરાતમાં ફરી સત્તા પર આવવા આગામી ચૂંટણીમાં કોંગ્રેસ એડીચોટીનુ જોર લગાવે તેવી પૂરેપૂરી શક્યતા છે. હાલ રાહુલ ગાંધી વિદેશમાં છે એટલે નરેશ પટેલના કોંગ્રેસમાં જોડાવા પર વિલંબ થઈ રહ્યો છે. આજની યોજવાનારી બેઠક બાદ હવે કોંગ્રેસમાં પ્રવેશ અંગે ટૂંક સમયમાં નરેશ પટેલ જાહેરાત થઈ શકે છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











