નવજીવન ન્યૂઝ. જૂનાગઢ: જૂનાગઢમાંથી (Junagadh) ચોકાંવનારી ઘટના સામે આવી છે. જેમાં એક દીકરીએ પોતાના પ્રેમ સબંધ છુપાવવા પોતાની માતાની ક્રૂરતાપૂર્વક હત્યા કરી છે. યુવતી અવાર-નવાર ગામની સીમમાં પોતાના પ્રેમી મળવા જતી હતી. જોકે એક દિવસ યુવતીએ પ્રેમીને ઘરે બોલાવ્યો હતો, જ્યાં માતાએ યુવતીને પ્રેમી સાથે જોઈ લેતા ઠપકો આપ્યો હતો. જેની દાઝ રાખી યુવતીએ માતાને જીવનમાં કાંટારૂપ સમજી દસ્તાના 17 જેટલા ઘા મારીને હત્યા કરી હતી. ઘટનાની જાણ પોલીસને (Junagadh Police) કરવામાં આવતા પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને મહિલાના મૃતદેહને પોસ્ટમાર્ટમ માટે જૂનાગઢના આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યો હતો. પોલીસે મહિલાની દીકરી પર શંકા જતા આગવી ઢબે પૂછપરછ કરતા યુવતી ભાંગી પડી હતી અને હત્યાની કબૂલાત કરી હતી. બાદમાં પોલીસે યુવતી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધીને તેની ધરપકડ કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, જૂનાગઢ જિલ્લાના ઈવનગર ખાતે યુવતી મીનાક્ષી બાંભણિયા પોતાની માતા સાથે રહેતી હતી તેને ગામમાં જ રહેતા એક યુવાન સાથે પ્રેમ થયો હતો. મીનાક્ષી બાંભણિયા અવાર-નવાર પોતાના પ્રેમીને મળવા જતી હતી. જેને લઈ એક દિવસ ઘરે માતા સુઈ ગઈ હોવાથી યુવતીએ પોતાના પ્રેમીને ઘરે મળવો બોલાવ્યા હતો અને ઘરના CCTV કેમેરા બંધ કરી દીધા હતા. ત્યારબાદ માતા અચાનક જાગી ગઈ હતી અને અન્ય યુવક સાથે દીકરીને જોતા માતાએ દીકરીને ઠપકો આપ્યો હતો. જેમાં દીકરી પોતાના પ્રેમસબંધ છુપાવવા આવેશમાં આવી ઘરમાં રહેલી દસ્તા વડે તેની માતાના પેટના ભાગે 17 જેટલા ઘા માર્યા હતા. મહિલાને પેટના ભાગે ગંભીર ઈજાઓ થતા ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મૃત્યુ નિપજ્યું હતું.
ત્યારબાદ દીકરી પ્રેમી સાથે મળી રાત્રિ સમયે મહિલાના મૃતદેહને ગામની અવાવરૂ જગ્યા ફેકી દીધો હતો. જોકે મહિલાનો મૃતદેહ મળી આવતા ગ્રામજનોએ પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને મૃતદેહને પોસ્ટમાર્ટમ માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યો હતો. જે અંગે પોલીસમાં દીકરીએ કોઈ ફરિયાદ ન કરતા પોલીસને દીકરી પર શંકા ગઈ હતી અને તેની આગવી ઢબે પૂછપરછ કરતા યુવતી ભાંગી પડી હતી અને તેણે જ માતાની હત્યા કર્યા હોવાની કબૂલાત કરી હતી. ત્યાર બાદ પોલીસે આ યુવતીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
જૂનાગઢના SP રવિતેજા વાસમશેટ્ટીએ જણાવ્યું હતું કે, “યુવતી કોઈ યુવક સાથે પ્રેમ સબંધમાં હતી. જ્યારે યુવતીએ ઘરમાં પ્રેમીને મળવા બોલાવ્યો હતો. તેની માતાએ પ્રેમી સાથે તેને રંગેહાથ પકડી હતી. જે બાબતને લઈ માતાએ યુવતીને ઠપકો આપ્યો હતો. ત્યારબાદ બંને વચ્ચે ઝઘડો થતા આવેશમાં આવેલી યુવતીએ માતાને દસ્તા મારી હત્યા કરી હતી.”
Tag : Junagadh Murder News, Junagadh Crime News
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796